સુરત જિલ્લાની કડોદરા પોલીસે તાતીથૈયા ગામે સોસાયટીમાં રેડ કરી કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. દેહવિક્રય માટે લલનાઓને બોલાવી તેના ફોટા મોબાઈલ ફોન ઉપર ગ્રાહકોને મોકલી ગ્રાહક દીઠ 1000 રૂ. લઈ આ વ્યાપાર ચલાવવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી એક ગ્રાહકને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ કૂટણખાનું ચલાવનાર સહિત ચાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા.
અન્ય રાજ્યમાંથી આવેલી એક યુવતી મુક્ત કરાઈ
કડોદરા પોલીસની ટીમે બાતમી આધારે તાંતીથૈયાખાતે પ્રથમપાર્ક સોસાયટીમાં રેડ કરી હતી. પોલીસે અન્ય રાજ્યમાંથી આવેલી એક યુવતીને દેહવિક્રયના વ્યવસાયમાંથી છોડાવી હતી. પોલીસે રેડ દરમિયાન એક ગ્રાહકને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં ઝડપાયેલી યુવતીઓએ કબૂલ્યું હતું કે ભગવાન નામનો શખ્સ તેમના માણસો સોનું, છોટુ, વિશાલને સાથે રાખી ગ્રાહક દીઠ 1000 વસુલતો હતો.
ગ્રાહક પાસેથી 1000 લઈ યુવતીને 500 આપતા
ગ્રાહક દીઠ 500 યુવતીઓને સાંજે હિસાબ કરી આપતો હતો. ભગવાન સહિત તેમના માણસો પોતાના અંગત સ્વાર્થ માટે રૂપિયા કમાવવા કૂટણખાનું ચલાવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ચાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળેથી ગ્રાહક પાસેથી રોકડ સહિત મોબાઈલ મળી 2000નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.