તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:તનય તયાલે મેઈન્સ માટે મેડીકલના પ્રશ્નો સોલ્વ કર્યા, ગુજરાતમાં ટોપ કર્યું

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા માર્ચમાં લેવાયેલ જેઈઈ મેઈન્સનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં શહેરના તનય તયાલે 99.99 પર્ન્ટાઈલ મેળવી સમગ્ર ગુજરાતમાં ટોપ કર્યું છે. તેમજ ફિઝીક્સમાં 100 માંથી 100 PR મેળવ્યા છે.
 • ઓનલાઈન સ્ટડીમાં વર્ગ જેવું વાતાવરણ ન મળતા તૈયારીમાં તકલીફ પડી હતી

પહેલી પરીક્ષા કરતા આ વખતે વધુ પરિણામ આવવાનું કારણ ?
પહેલી મેઈન્સ વખતે મારું એટલું સારું પરિણામ આવ્યું ન હતું. તેથી સૌથી પહેલા મેં મારા વીક પોઈન્ટ પર કામ કર્યું. અને પોતાના 10 થી 15 લઈ તેમાં કયાં માર્ક્સ કપાય છે એ દરેક બાબત પર એનાલિસીસ કરીને તૈયારી કરી હતી.

કઈ રીતે જેઈઈ મેઈન્સની તૈયારી કરી?
વીક પોઈન્ટ પર કામ કરીને પછી વિવિધ પ્રકારના પેપર સોલ્વ કર્યા. મેડીકલના પણ પેપર સોલ્વ કર્યા. કારણકે કેમેસ્ટ્રીમાં જે એવા ટોપિક હોય છે, જે સામાન્ય રીતે એનસીઆરટીમાં આવતા નથી અને મેડિકલમાં એકદમ વિસ્તારથી હોય છે. મેં કુલ 100 જેટલા પ્રશ્નો સોલ્વ કર્યા હતા. રોજ સવારે 9 થી 12 પેપર પ્રેક્ટિસ કરતો હતો. પછી 7 થી 8 કલાકના સમયમાં પુનરાવર્તન કરતો હતો.

કોવિડ વખતે કોઈ મુશ્કેલી થઈ હતી?
ઓનલાઈન સ્ટડીમાં શરૂઆતમાં થોડી સમસ્યા આવી હતી. ઘરે કલાસ જેવું ભણવાનું વાતાવરણ મળતું ન હતું. જેથી વાંચવામાં કોઈક વખત મુશ્કેલી પડતી હતી.

જેઈઈ એડવાન્સ પછી શું કરવા માંગો છો?
એડવાન્સ પછી આઇઆઈટી બોમ્બેમાંથી બીટેક કરવું છે. એ પછી વિદેશમાં માસ્ટર માટે એપ્લાય કરીશ. 2-3 વર્ષ સુધી જોબનો અનુભ‌વ લીધા પછી સ્ટાર્ટ અપ શરૂ કરીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો