મિત્રો જ નીકળ્યા દગાખોર:સુરતમાં પીપલોદમાં આધેડના પ્લોટ ચાર મિત્રોએ જ કબ્જા રસીદમાં છેડછાડ કરી પચાવી પાડ્યા

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

સુરતમાં પીપલોદના એક શ્રમજીવીના પ્લોટ મિત્રોએ જ પચાવી પાડ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે. પૈસાની જરૂરિયાતને લઈ મિત્રને આપેલી પ્લોટની કબ્જા રસીદમાં છેડછાડ કરી કિન્નર સહીત ચાર જણાએ પ્લોટ પચાવી પાડ્યા હોવાનું તપાસમાં બહાર આવતા પોલીસે ચારેય સામે પ્લોટ પચાવી પાડવાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કબજા રસીદની ફાઈલ બનાવી હતી
પીપલોદ એસ.એમ.સી આવાસમાં રહેતા દિલીપસિંહ લક્ષ્મણસિંહ રાજપુત (ઉ.વ. 55)નો ગોડાદરા શ્રીજીનગર સોસાયટીમાં બે પ્લોટ આવેલા છે. આ પ્લોટ વેચવા માટે દિલીપસિંહએ શ્રીજીનગર સોસાયટીમાં જ રહેતા તેના મિત્રના પુત્ર રામપ્રવેશ રાધેશ્યામ દિનાનાથ દુબેને ઓરીજનલ કબજા રસીદની ફાઈલ આપી હતી. જોકે રામપ્રવેશ પ્લોટ ઉપર દાનત બગડી હતી. અને સુનિલ નથ્થુ પાટીલ (રહે, સુમન પ્રહાર પરવત-મગોબ), સમીરાકુંવર ગંગાકુંવર (સમીરા પુર્ણચંદ્ર બિસોઈ) ને મહેન્દ્ર પ્રતાપસિંગ શારદાપ્રસાદસિંગ રાજપુત સામે મળી પચાવી પાડ્યો હતો. આરોપીઓએ પહેલા કબજા રસીદમાં છેડછાડ કરી મુળ જમીન માલીકના નામે સુનિલની કબજા રસીદની ફાઈલ બનાવી હતી.

કબજા રસીદ બનાવી ગેરકાયદે કબ્જો કર્યો
પ્લોટની સમીરાકુંવરની ફાઈલ બનાવી હતી. હાલમાં સમીરાકુંવર ગત તા 12 માર્ચ 2020થી કબજા રસીદ બનાવી ગેરકાયદે કબ્જો કર્યો છે. પોલીસે દિલીપસિંહની ફરિયાદ લઈ ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી રામપ્રવેશ, મહેન્દ્ર અને સુનીલની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.