ભાજપના MLA ઝાલાવડિયાનો ઓડિયો વાઇરલ:ભાજપના જે તે સમયના ઉમેદવારને હરાવવા કોંગ્રેસ સાથે ‘વહીવટ’ કર્યો હોવાની ચર્ચા, MLAએ કહ્યું-વ્યવસાયલક્ષી વાત હતી

સુરત5 દિવસ પહેલા
કામરેજ વિધાનસભાના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા નો ઓડિયો વાયરલ થતા રાજકીય ચર્ચા શરૂ

ભાજપને શિસ્ત બંધ પાર્ટી માનવામાં આવે છે. દરેક કાર્યકર્તાઓ અને નેતાઓ ખૂબ જ નિષ્ઠાથી કામ કરતા હોય એ પ્રકારની વાત રહેતી રહે છે. પરંતુ હાલ જે ઓડિયો વાયરલ થયો છે. તે જોતા આ તમામ બાબતો પોકળપુર વાર થઈ રહી છે. ભાજપના જ જે તે સમયના કોર્પોરેટર અને હાલના કામરેજના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયાનો ઓડિયો હોવાની ચર્ચા ચાલી રહી છે.

વી.ડી.ઝાલાવાડી જ્યારે 2012માં કોર્પોરેટર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયા ભાજપના કામરેજ બેઠકના ઉમેદવાર હતા. તેમની સામે કોંગ્રેસના ભગીરથ પીઠવડીવાળા કોંગ્રેસના ઉમેદવાર હતા. ત્યારે વી.ડી.ઝાલાવાડીયા એ કોંગ્રેસ સાથે સેટિંગ કરીને પ્રફુલ પાનસુરીયા ને હરાવવા માટેના પ્રયાસો કર્યા હતા એવી પણ ખૂબ ચર્ચા ચાલી હતી.
ભાજપના નેતાનો કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પ્રયાસ
વાયરલ વીડિયોમાં ભગીરથ પીઠવડીવાળાના કોઈ નજીકના વ્યક્તિ સાથે જે કોંગ્રેસ સમર્થક હતો. તેની સાથે વી.ડી.ઝાલાવાડીયા કોંગ્રેસને મત આપવા માટે સેટિંગ ગોઠવતા હોય તેવી ચર્ચા કરી રહ્યા છે અને સાથે સાથે પૈસાનો પણ ખર્ચ તેમને પોતે કરી લીધો હોવાનું પણ કબૂલ્યા છે. અન્ય એક બે રાજકીય નેતાના નામનો પણ ઉલ્લેખ વાયરલ ઓડિયોમાં સાંભળવા મળી રહ્યો છે.

વી.ડી.ઝાલાવાડીયા નો જવાબ આશ્ચર્યજનક
આશ્ચર્યજનક બાબત એ છે કે, વીડી ઝાલાવાડીયા વાયરલ ઓડિયો બાબતે કોઈ અલગ જ જવાબ આપી રહ્યા છે. તેઓ સ્પષ્ટપણે રાજકીય નેતાઓના નામ સાથેની વાતચીત કરી રહ્યા છે અને રૂપિયાનો પોતે વહીવટ કરી દીધો હોવાની પણ વાત કરી રહ્યા છે. પરંતુ જ્યારે તેઓ આનો જવાબ આપી રહ્યા છે તે તદ્દન વિપરીત લાગી રહ્યો છે.

રાજકીય નહીં પરંતુ વ્યવસાયલક્ષી વાતચીત કરી
આ બાબતે દિવ્યભાસ્કરે ધારાસભ્ય વીડી ઝાલાવાડીયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આજે વ્યક્તિ ભગીરથ છે, તેની સાથે મારા ટ્રકના કામ ચાલતા હતા અને તે બાબતની ચર્ચા રૂપિયાની લેવડદેવડની થઈ રહી હતી કોઈ રાજકીય ચર્ચા નથી.

અન્ય સમાચારો પણ છે...