હડતાળ સમાપ્ત:જાસોલીયાનું સસ્પેન્શન રદ થતા તલાટી હડતાળ સમાપ્ત

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી અને ફરિયાદીએ સામ સામે બેસી વિવાદ પૂરો કર્યો
  • ​​​​​​​5 દિવસ લોકોના અલગ-અલગ કામો અટવાયા

ઓલપાડના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી પર મહિલા દ્વારા કરવામાં આવેલી ગેરવર્તનની ફરિયાદને આધારે તલાટી જાસોલીયાને ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા. બાદમાં તલાટીઓ હડતાળ પર ઉતરી ગયા હતા જોકે 5 દિવસ બાદ ડીડીઓ સાથે ફરિયાદી મહિલા, તલાટી જાસોલીયા અને તલાટી મંડળની મિટિંગ મળી હતી જેમાં જાસોલીયા અને મહિલા ફરિયાદી વચ્ચે સમાધાન થઇ જતા ડીડીઓ દ્વારા ફરજ મોકૂફીનો હુકમ રદ કરી દેવાતા હડતાળ સમાપ્ત થઇ ગઈ હતી.

ઓલપાડના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતન જાસોલિયાને ફરજ મોકૂફ કરવા બદલ જિલ્લાના 330 તલાટી ક્મ મંત્રીઓનું મંડળ અને જિલ્લા વિકાસ અધિકારી આમને સામને આવી ગયા હતા અને તલાટીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જોકે શનિવારે સાંજે 5 વાગ્યે ડીડીઓ દ્વારા ફરજ મોકૂફીનું હુકમ રદ કરતા તલાટીઓ કામે ચડ્યા હતા જોકે 5 દિવસથી તલાટી હડતાળને લીધે જિલ્લાના લોકોના કામો અટવાયા હતા. તલાટી ક્મ મંત્રી કેતન જાસોલીયા સામે એક મહિલા દ્વારા કરાયેલી ફરિયાદની તપાસ કર્યા વિના સસ્પેન્ડ કરી દેવાયા હોવાની વાત સાથે સુરત જિલ્લાના 330 તલાટી ક્મ મંત્રીઓ 5 દિવસ હડતાલ પર ઉતરી ગયા હતા.આખરે તલાટીઓ કામે ચડતા તલાટી કક્ષાના કામો ફરી પાટે ચડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...