તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનતેરસે ભ્રષ્ટાચાર ઝડપાયો:સુરતના અડાજણ ગામના તલાટી પેઢીનામું બનાવવા માટે હજાર રૂપિયાની લાંચ લેતા વચેટીયાના હાથે લેતા ઝડપાયા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
તલાટી વચેટીયા મારફતે લાંચ રૂપિયા હજાર લેતા ઝડપાયા છે. - Divya Bhaskar
તલાટી વચેટીયા મારફતે લાંચ રૂપિયા હજાર લેતા ઝડપાયા છે.
  • ACBએ છટકું ગોઠવીને લાંચની રકમ સાથે વચેટીયા અને તલાટી સામે ગુનો દાખલ કર્યો

ધનતેરસના પવિત્ર દિવસે કાળું નાણું લેતા તલાટી મંત્રી અને તેનો સાગરિત વચેટીયો ACBના હાથે ઝડપાયા છે. પાલનપોર ગામ અને ચાર્જમાં અડાજણના તલાટીએ ફરિયાદીના મિત્રનું પેઢીનામું બનાવવા માટે 1500 રૂપિયાની લાંચ માંગી હતી. જો કે રકજકના અંતે હજાર રૂપિયામાં નક્કી કરાયું હતું. જો કે, ફરિયાદી રૂપિયા આપવા માંગતા ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. જેમાં આરોપી તલાટી અને તેનો સાગરિત વચેટીયો ઝડપાતા ગુનો દાખલ કરી ACBએ વધુ તપાસ હાથ ધરી છે.

તલાટીએ સંમતિ આપતા વચેટીયા કાંતિભાઈ પટેલને પણ એસીબીએ ઝડપી લીધા છે.
તલાટીએ સંમતિ આપતા વચેટીયા કાંતિભાઈ પટેલને પણ એસીબીએ ઝડપી લીધા છે.

સિટી તલાટીની ઓફિસમાં લાંચ લેતા ઝડપાયા
હિરલબેન નવીનચંદ્ર ધોળકીયા, તલાટી–પાલનપોર ગામ અને ચાર્જમાં અડાજણ ગામ, વર્ગ- 3, (રહે. મકાન નં. 6, હરિકુંજ–2, નાના વરાછા)એ ના પેઢીનામું બનાવવા માટે લાંચ માંગી રહ્યાં હતાં. અડાજણ ગામ સિટી તલાટીની ઓફિસે પેઢીનામું તૈયાર કરવાના 1500 રૂપિયા નક્કી કર્યા બાદ અંતે હજાર રૂપિયાની લાંચ નક્કી કરવામાં આવી હતી. આ લાંચ ફરિયાદીએ કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ) (રહે. માસ્તર ફળીયું, જુનાગામ, તા.ચોર્યાસી)ને આપવાની હતી.બન્ને લાંચ લેતા સિટી તલાટીની ઓફિસમાં જ રંગે હાથ ઝડપાયા હતાં.

તલાટીએ સંમતિ આપતાં વચેટીયાએ રૂપિયા લીધા
અડાજણ સિટી તલાટીની ઓફિસમાં તલાટી હિરલે વતી લાંચ લેનાર કાંતિ પટેલે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. બાદમાં તલાટીએ સમંતિ આપી હતી. જેથી કાંતિ પટેલે લાંચની રકમ સ્વીકારી હતી. જેથી તલાટી અને વચેટીયા કાંતિ પટેલની એકબીજાની મદદગીરીમાં લાંચનો ગુનો ACBના છટકામાં ઝડપાઈ જતાં બન્નેને ડિટેઈન કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

ACBએ સર્ચ કરતા તલાટી હિરલે ટેબલના ડ્રોઅર અને ખુરશીની ગાદીમાં સંતાડેલા રૂપિયા પણ મળ્યા
મૂળ અમરેલી જિલ્લાના ભાવનગરની વતની અને નાના વરાછા ખાતે રહેતી તલાટી હિરલ ધોળકીયા એક હજાર રૂપિયાની લાંચ પકડાયા પછી એસીબીએ ઓફિસમાં સર્ચ કર્યુ હતું. જેમાં ટેબલના ડ્રોઅર તેમજ ટેબલની નીચે ઉપરાંત ખુરશીની ગાદીમાં સંતાડેલી નવી ચલણી નોટોમાં 2 હજાર, 500 અને 100ના દરના કુલ રૂપિયા 96 હજાર મળી આવ્યા હતા. દિવાળી ટાણે તલાટીને 96 હજારની રકમ શુક્રવારે કોણે આપી તે બાબતે એસીબી તપાસ કરી રહી છે. હાલમાં એસીબીની એક ટીમ તલાટી હિરલના ઘરે અને બીજી ટીમ કાંતિ પટેલના ઘરે સર્ચ કરવા માટે ગઈ છે.

અડાજણની વિધવાના પુત્ર પાસે 1500ની લાંચ માંગી
વિધવાનું અડાજણમાં મકાન છે અને તે મકાન નામે કરવા પેઢીનામું બનાવવાનું હતું. પેઢીનામું બનાવવા માટે વિધવાનો દીકરો ગયો ત્યારે વચેટિયા કાંતિ પટેલે લાંચ માંગી હતી. માંડ પેટીયું રળીને ખાતા હોય અને તેમાં પણ 1500ની લાંચ માંગતા રકઝક બાદ 1 હજાર આપવાનું નક્કી કર્યું હતું.

સાહેબ બહુ સારુ કર્યુ, આ બંને કોઈને છોડતા ન હતા
એસીબીએ તલાટીને લાંચ લેતા પકડી પછી કેટલાક લોકો એસીબીના સ્ટાફ પાસે આવી કહ્યું સાહેબ બહુ સારુ કર્યુ કેમ કે આ લોકો કોઈને છોડતા ન હતા. પેઢીનામુ બનાવવા તમામ કાગળો હોય છતાં વચેટીયાઓ 2 હજારની માંગ કરતા અને કોઈ રૂપિયા ન આપે તો તલાટી ધક્કા ખવડાવતા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો