તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અડાજણની તલાટીએ વચેટીયાને રૂ. 3 હજારના પગારે રાખ્યો હતો

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધનતેરસે પેઢીનામુ માટે 1 હજારની લાંચ લેતા ઝડપાયા હતા

અડાજણની ઈન્ચાર્જ મહિલા તલાટી હિરલ ધોળકીયા સાથે એક વચેટીયો ઘનતેરસના દિવસે 1 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં પકડાયા હતા. હાલમાં બન્ને એક દિવસના રિમાન્ડ પર છે. મહિલા તલાટીનો સરકારી ફિક્સ પગાર 19750 છે છતાં તેણે વચેટીયા કાંતિ ગોવિંદ પટેલને 3 હજારના પગાર પર રાખ્યો હતો. જો કે તેનો પગાર પતિના રૂપિયામાંથી આપતી હોવાની કેફિયત એસીબી સમક્ષ વ્યક્ત કરી છે. જો કે વચેટીયો જુનાગામથી બાઇક પર આવતો હોય અને તેના પટ્રોલના મહિના 3 થી 4 હજાર નીકળી જાય છે. મહિલા તલાટીના નાના વરાછા ખાતે હરિકુંજ-2માં આવેલા મકાનમાં એસીબીએ સર્ચ કરતા સોનાના ઘરેણાં પણ મળ્યા છે.

આ ઘરેણાં તેણીને ભેટમાં મળ્યા હોવાની વાત કરી છે. તલાટી હિરલ રામનગર ગવર્મેન્ટ કવાર્ટસમાં પણ રહે છે. ત્યારે નાના વરાછા હરિકુંજ-2માં મકાન કોના નામે છે તે બાબતે પણ એસીબી તપાસ કરી રહી છે. મહિલા તલાટી અને વચેટીયા પાસેથી 96 હજારની સંતાડેલી રકમ ટેબલના ડ્રોઅર અને ખુરશીની ગાદીમાંથી મળી હતી. તલાટીનો પતિ કાપડ લે-વેચનું કામ કરે છે. વચેટીયો કાંતિ ગોવિંદ પટેલ(રહે,માસ્તર ફળિયું,જુનાગામ) વર્ષ 2001થી અડાજણ સિટી તલાટીની ઓફિસમાં બેસતો હતો. 2001માં તેને એક તલાટીએ સરકારી ઓફિસમાં વચેટીયા તરીકે બેસાડયો હોવાની વાત છે ત્યાર પછી જે જે તલાટી આવતા ગયા તે તલાટીના વચેટીયા તરીકે કામ કરતો હતો. અત્યાર સુધીમાં 10 તલાટીની અંદરમાં વચેટીયાએ કામ કર્યુ છે. વચેટીયો પોતે ઓફિસર જેવો રૂબાબ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો