ફરજમાં રૂકાવટ:માસ્કના દંડની રસીદ લઇ યુવકે પૈસા નહીં આપી પોલીસ સાથે બબાલ કરી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉધના પોલીસે બે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો

ઉધનામાં માસ્ક નહીં પહેરેલા યુવકને પોલીસે દંડ ભરવાનું કહી હતું. યુવકે પોલીસથી દંડની રસીદ લઈ એટીએમ રૂપિયા ઉપાડીને આપવાનું કહ્યું હતું. યુવકે એટીએમ પાસે લઈ જઈ દંડ ભરવાનીના પાડીને પોલીસકર્મી સાથે ઝપાઝપી કરતા તેની વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

ઉધના પોલીસ દક્ષેશ્વર મંદિર ત્રણ રસ્તા પાસે ચેકિંગમાં હતી ત્યારે રિતેશ વિકાસ ઠાકરે(ગુરૂનગર, અમરોલી) માસ્ક વિના પસાર થઇ રહ્યો હતો. પોલીસે તેને દંડ ભરવાનું કહેતા તેણે હા પાડતા પોલીસે તેની રસીદ બનાવી આપી હતી. બાદમાં રિતેશે પોતાની પાસે રૂપિયા ન હોવાનું અને એટીએમથી કાઢી આપવાનું કહ્યું હતું. પીસીઆરના ડ્રાયવર સંદિપ પાટીલ રિતેશ સાથે ઉધનામાં ન્યૂ પુજા બેકરી પાસેના એટીએમ પર ગયો હતો. ત્યાં રિતેશે દંડ ભરવાનો ઇનકાર કરી સંદિપ સાથે બબાલ કરીને તેના મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો.

તેનો મિત્ર રમેશ અશોક ઢવાળેએ ત્યાં આવીને પોલીસ સાથે માથાકુટ કરી હતી. સંદીપે સ્ટાફને ફોન કરીને વધુ પોલીસ બોલાવી હતી. પીએસઆઈ સહિતની ટીમ એટીએમ પાસે પહોંચીને રિતેશ અને રમેશને ઝડપી પાડ્યા હતા. ઉધના પોલીસે બંને વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...