પોલિટિકલ:પોલીસ સ્ટેશને રિક્ષામાં લઈ જતાં કાર્યકરોએ કહ્યું, ડબ્બો મંગાવો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલના ભાવ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
  • 40 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટક કરાઈ

પેટ્રોલ અને ડિઝલના સતત વધી રહેલા રેકોર્ડ બ્રેક ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે અઠવાલાઇન્સ ચોપાટી પર આવેલા પેટ્રોલ પમ્પ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસને પ્રદર્શનની જાણ થતા સ્થળ પર જઇ 40 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોને રિક્સમાં પોલીસ મથકે લઈ જવાતા તેઓએ કહ્યું કે, અમે રિક્સમાં નહીં જઈએ. ડબ્બો મંગાવો.

છેલ્લા એક મહિનામાં પેટ્રાલના ભાવમાં 5 રૂપિયાથી વધુનો વધારો થયો છે. જેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા ધરખમ વધારાના વિરોધમાં શુક્રવારે સવારે 11 વાગ્યે અઠવાલાઇન્સ ચોપાટીના પેટ્રોલ પમ્પ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થાય તે પહેલા ત્યાં પોલીસ પહોંચી ગઈ હતી. કાર્યકરો ઝંડા લગાવતા હતા ત્યારે પોલીસે તેમને અટકાવતા કાર્યકરોએ સુત્રોચાર શરૂ કરી દીધા હતા. જેથી પોલીસ 40થી વધુ કાર્યકરોને અટક કરી ઉમરા પોલીસ મથકે લઇ ગઈ હતી.

સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલનો ભાવ 100 સુધી પહોંચી ગયો છે. મનમોહન સિંહની સરકાર દરમિયાન ક્રૂડ ઓઇલનો ભાવ 140 ડોલર પ્રતિ બેરલ હતો ત્યારે પણ પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ.70 હતો. જ્યારે હાલમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિબેરલ 60 છે તો પણ ભાવ 100 સુધી પહોંચી ગયો છે. એક્સાઇઝ ડ્યુટી પણ 9 ટકાથી વધારીને 33 ટકા કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...