તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:વધુ ક્રેડિટ લેવા - ઓછો ટેક્સ ભરવા વેચાણનો ખેલ કરનારા 25 હજાર વેપારીઓને નોટિસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેગ્યુલર જીએસટી 30મી સપ્ટેમ્બર સુધી ભરાશે, રાહત સાથે લાલ આંખ
  • રિટર્નમાં મીસમેચ આવતા કાર્યવાહી, હજી નોટિસો નીકળવાની સંભાવના

ક્રેડિટ લેવા વધુ વેચાણ બતાવનારા તેમજ ટેક્સ માટે ઓછું વેચાણ બતાવનારા શહેરના 25 હજાર જેટલાં વેપારીઓને ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)એ નોટિસ ફટકારી છે. જેમાં આવા રાજ્યભરમાં 1.5 લાખ કરદાતાને નોટિસ આપી છે. સામાન્ય રીતે કરદાતાઓ જીએસટીઆર-1માં આઇટીસી લેવાની હોવાથી વધારે વેચાણ બતાવતા હોય છે. જ્યારે જીએસટીઆર-3બી રિટર્નમાં તેના કરતા ઓછું વેચાણ બતાવીને ટેકસ ભરતા હોય છે. તેથી બંને રિટર્ન વચ્ચે નો તફાવતને જીએસટી અધિકારીઓના ધ્યાનમાં આવતા વિભાગ દ્વારા સુરતનાં 25 હજાર સહિત આ પ્રકારના કુલ 1.5 લાખ કરદાતાઓને વેચાણ પર ટેકસ ભરવા નોટિસ ફટકારવામાં આવી છે.

પરંતુ મળેલી માહિતી મુજબ હજુ પણ મોટા પ્રમાણમાં આવી નોટિસો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જીએસટી નેટવર્કે નોટિસમાં જણાવ્યું છે કે, ઓનલાઇન જીએસટીઆર-1, જીએસટીઆર-3બી અને જીએસટીઆર-2એ રિટર્ન મેચ થતા નથી. જેથી કરદાતાએ આમાં વ્યાજ સાથે ટેક્સ ભરી દેવો. બીજી તરફ વિભાગ દ્વારા વેપારીઓને રેગ્યુલર જીએસટી 30મી સપ્ટેમ્બર સુધી ભરી દેવા મહેતલ આપી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો