• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • "Taking A Vaccine Can Save Lives," Said Katargam Vishwa, Who Lost His Father And Grandfather To Corona In Another Wave After Taking A Single Dose Of The Vaccine.

રસીની કહાણી, વિશ્વાની જુબાની:વેક્સિનનો એક ડોઝ લીધા બાદ બીજી વેવમાં કોરોનાથી પિતા-દાદા ગુમાવનારી કતારગામની વિદ્યાર્થિનીએ કહ્યું, ‘રસી લેવાથી જીંદગી બચી શકે છે’

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસી લઈ રહેલી વિદ્યાર્થિની વિશ્વાની તસવીર - Divya Bhaskar
રસી લઈ રહેલી વિદ્યાર્થિની વિશ્વાની તસવીર
  • રસી લઈને પણ ગાઇડલાનનું પાલન કરી આપણે અને બીજાને મુશ્કેલીમાં ન મુકીએ
  • ધો. 10ની વિશ્વાએ રસી લીધા બાદ કહ્યું, લોકોએ જાગૃત બની વેક્સિન લેવી જોઈએ : વિશ્વા

‘રસી લેવાથી જીવન બચી શકે છે. કોરોના વકરી રહ્યો છે ત્યારે તકેદારી રાખી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન કરવું જોઈએ.’ આ મેસેજ કોરોનામાં નાની વયે પિતા અને દાદાની છત્રછાયા ગુમાવનારી કતારગામની યોગી પ્રવૃત્તિ હાઇસ્કૂલની વિદ્યાર્થિનીએ સોમવારે રસી લેતાં આપ્યો હતો. વિશ્વા અરવિંદભાઈ પટેલ ધોરણ‌ 10માં અભ્યાસ કરે છે. તેણે રસી નહીં લેતાં લોકોને વિનંતી કરી કહ્યું હતું કે, કોરોના થવા છતાં જો રસી લીધી હશે તો જીંદગી બચી શકે છે. માટે જાગૃત બની રસી લઇ ગાઇડ લાઇનનું પાલન કરવું જોઈએ, જેથી આપણને કે આપણાથી અન્યને મુશ્કેલી નહીં સર્જાય.

118 સ્કૂલોમાં વેક્સિનેશન યોજાયું
શહેરમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓમાં પહેલા દિવસે 45,000ના ટાર્ગેટ સામે 26,124 વિદ્યાર્થીઓને રસી મૂકાઈ હતી, જેમાં સૌથી વધુ વરાછા, કતારગામમાં 44% અને અઠવા-રાંદેરમાં 27% થયું હતું. કાલે 140 સ્કૂલોમાં રસીકરણ કરાશે. પાલિકાના અધિકારીએ કહ્યું કે, પરીક્ષા, ઓનલાઇન શિક્ષણ, વધતા કેસની આ અસર છે. બીજીતરફ, 5 દિવસમાં 1.92 લાખના લક્ષ્યાંક સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. 118 સ્કૂલો પૈકી સૌથી વધુ કતારગામમાં 5689 ડોઝ અને સૌથી ઓછા સેન્ટ્રલ ઝોનમાં 642 ડોઝ મૂકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...