ACBની સફળ ટ્રેપ:સુરતના કામરેજમાં તલાટી કમ મંત્રી રૂપિયા 6 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

સુરત4 મહિનો પહેલા
આરોપી તલાટી કમ મંત્રી મહેશભાઇ પટેલ.
  • પ્લોટના આકારણી, વેરો અને પ્લોટમાં નામ ચઢાવી આપવાના નામે લાંચ માંગી

સુરત જિલ્લાના કામરેજના પરબ ગ્રામ પંચાયતની કચેરીમાં તલાટી કમ મંત્રી રૂપિયા 6 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઈ ગયો હતો. શિવ ઇકો ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા પ્લોટના આકારણી, વેરો અને પ્લોટમાં નામ ચઢાવી આપવાના નામે લાંચ માગતા ACB માં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.

પરબ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ લાંચ માંગી
સુરત ACB એ જણાવ્યું હતું કે, કામરેજ શિવ ઇકો ઇન્ડસ્ટ્રીઝ વિભાગ-1 માં આવેલા ફરિયાદી અને તેમના ભાઈના નામે બે પ્લોટ મળી 4 પ્લોટ ઉપર ચોથા અને પાંચમા માળનું બાંધકામ આકારણી કરી વેરો ચાલુ કરવાના અને ફરીયાદીના મિત્રના એક પ્લોટમાં નામ ચઢાવી, વેરો ભરવાના અવેજ પેટે પરબ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મહેશભાઇ પટેલે રૂપિયા 6000ની લાંચ માગી હોવાની ફરિયાદ બાદ ACB કાર્યવાહી હાથ ધરી હતી.

ACBએ આરોપીની અટકાયત કરી
વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતાં ન હતા પરંતુ લાંચ વગર કામ ન થતું હોવાથી તેમને એ.સી.બી.ના અધિકારીનો સંપર્ક કર્યો હતો. જેને લઈ આજ રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને મહેશ પટેલ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 6000ની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે પકડાય ગયા હતા. આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.