તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Mavani Uncle Takes Care Of Oxygen For 15 Hours A Day, Preventing Corona Patients From Dying At Isolation Center In Surat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા યજ્ઞ:સુરતમાં આઈસોલેશન સેન્ટરમાં કોરોના દર્દીઓને મોતના મુખમાં જતા અટકાવતા 'કાકા', રોજ 15 કલાક ઓક્સિજનનું ધ્યાન રાખે છે

સુરત13 દિવસ પહેલા
સુરતના મોટા વરાછા સુદામા ચોક પાસે રહેતા 65 વર્ષિય હિંમતભાઈ માવાણી આજે ચર્ચાના કેન્દ્રમાં છે.
  • માવાણી કાકા છેલ્લા 22 દિવસથી અવિરત પણે કલાકો સુધી ઓક્સિજનની બોટલો લગાડવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે

કોરોના કાળમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ કેટલાક લોકો રૂપિયા કમાવી લેવા માટે માનવતા નેવે મુકે છે તો કેટલાક લોકો જન સેવા કરીને જનકલ્યાણની માનસિકતા સાથે કામ કરી રહ્યા છે. સુરતના મોટા વરાછા સુદામા ચોક પાસે રહેતા 65 વર્ષિય હિંમતભાઈ માવાણી આજે ચર્ચાના કેન્દ્રમાં છે. માવાણી કાકા તરીકે ઓળખાતા હિંમતભાઈ મોટા વરાછા કોમ્યુનિટી હોલમાં શરૂ કરેલા આઇસોલેશન સેન્ટરમાં ઓક્સિજનની બોટલો લગાડવાની સેવા કરી રહ્યા છે. હિંમતભાઈ છેલ્લા 22 દિવસથી અવિરત પણે કલાકો સુધી ઓક્સિજનની બોટલો લગાડવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે.સવારે 8:00થી રાતે 11:00 સુધી આઇસોલેશન સેન્ટરમાં હાજર રહી ઓક્સિજન દર્દીઓને મળી રહે તે માટે તત્પરતાથી કામગીરી કરી રહ્યા છે.

તમામ દર્દીઓને પૂરતો ઓક્સિજન મળી રહે તેનું ધ્યાન રાખે છે.
તમામ દર્દીઓને પૂરતો ઓક્સિજન મળી રહે તેનું ધ્યાન રાખે છે.

માવાણી કાકાના પરિવારની મહિને બે લાખની આવક
હિંમતભાઈ માવાણી સાડીમાં સ્ટોન પંચ કરવાનું કામ કરે છે અને દીકરા રત્નકલાકાર છે. પરિવારની મહિને બે લાખ રૂપિયાની આવક મેળવતા હિંમતભાઈ માવાણી હાલ લોકોની સેવામાં લાગી ગયા છે. કોઈપણ જાતના વળતર વગર આઇસોલેશન સેન્ટરમાં અવિરતપણે કામ કરી રહ્યા છે. ઓક્સિજનની બોટલ ફેરવવી એ ખૂબ જ જવાબદારીનું કામ છે અને ચીવટપૂર્વક કરવું પડે છે. નાની સરખી ભૂલ દર્દીના મોતનું કારણ બની શકે છે. હિંમતભાઈ સતત દર્દીઓ સાથે સંપર્કમાં રહેતા હોય છે.ઓક્સિજન બોટલો અને ચકાસતા રહે છે અને દર્દી અને કંઈ તકલીફ ન થાય તેના માટે સજાગ રહે છે.

છેલ્લા 22 દિવસથી દર્દીઓનું ઓક્સિજન લેવલ જળવાય રહે તેનું ધ્યાન રાખે છે.
છેલ્લા 22 દિવસથી દર્દીઓનું ઓક્સિજન લેવલ જળવાય રહે તેનું ધ્યાન રાખે છે.

અન્ય આઈસોલેશન સેન્ટરને પણ મદદ કરવા તત્પર
આઇસોલેશન સેન્ટરમાંથી જો દર્દીને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે તો તે સમયે એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનો સિલિન્ડર પણ ફીટ કરે છે. હિંમતભાઈ એટલી કાળજી રાખે છે કે જો એમ્બ્યુલન્સમાં અડધો ઓક્સિજન સિલિન્ડર હોય તો તેને તાત્કાલિક બદલી ને બીજો સિલેન્ડર મૂકે છે. જેથી કરીને જો દર્દીને હોસ્પિટલમાં સારવાર આપવા માટે થોડી રાહ જોવી પડે તો તેને કોઈ મુશ્કેલી ન આવે. માવાણી કાકાએ પોતાનો નંબર બીજા આઇશોલેશન સેન્ટરમાં પણ આપી રાખ્યો છે ત્યાં આગળ ઇમર્જન્સીમાં કોઈ કામગીરી અટકી પડે તો તેઓ ત્યાં પણ મદદ કરી શકે.

એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનો સિલિન્ડર પણ ફીટ કરે છે.
એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનો સિલિન્ડર પણ ફીટ કરે છે.

સૌરાષ્ટ્રથી 50 હજાર ખર્ચી સુરત આવતા લોકોને જોઈ દુઃખી
હિંમતભાઈ માવાણીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, સૌરાષ્ટ્રથી ઘણા દર્દીઓ સુરત સારવાર લેવા માટે આવી રહ્યા છે. મોટા વરાછા સેન્ટરમાં આવેલા કેટલાંક દર્દીઓએ અમને જણાવ્યું કે, સૌરાષ્ટ્રથી સુરત આવવા માટે એમ્બ્યુલન્સવાળાએ તેમની પાસેથી 50 હજાર રૂપિયા ખંખેરી લીધા છે આવી બાબતો જ્યારે સાંભળવા મળે છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. ટ્રસ્ટ સંચાલિત એમ્બ્યુલન્સ લોકોની સેવા કરવા માટે લાયસન્સ મેળવતી હોય છે. એવી ટ્રસ્ટ લોકો પાસેથી આવા કપરા સમયે રૂપિયા ખંખેરી લઈને રાક્ષસી કામ કરે છે એ પ્રકારના શબ્દો તેમણે કહ્યા હતા. જે લોકો કોરોનાના કાળમાં પણ રૂપિયા કમાવા માટે ખોટા પૈસાની માંગ કરે છે તે દુઃખ છે. 65 વર્ષની ઉંમરે પણ હું યુવાનોની જેમ કામ કરી શકું છું એના માટે હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું અને દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે આવા કપરા સમયે જેનાથી જેટલું જે કામ થઈ શકે તન-મન-ધનથી કરવું જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો