તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:સુરતમાં પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત ન આપ્યો, માઠું લાગી આવતા 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ફાંસો ખાધો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
આપઘાત કરનાર વિદ્યાર્થિનીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
આપઘાત કરનાર વિદ્યાર્થિનીની ફાઈલ તસવીર.
  • રિક્ષા ચાલક પિતાની એકની એક દીકરીના આપઘાત પાછળ મોબાઈલ કારણભૂત બન્યો

સુરતમાં વેડરોડ વિસ્તારની આનંદ પાર્ક સોસાયટીમાં એક વિદ્યાર્થિનીએ ફાંસો ખાય મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રિક્ષા ચાલક પિતાની એકની એક દીકરીના આપઘાત પાછળ મોબાઈલ કારણભૂત બન્યો હોવાનું જાણવા મળ્યું છે. પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત નહીં મળતા માઠું લાગી આવતા આકરું પગલું ભરી લીધું હતું.

ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી
ચોક બજાર પોલીસે જણાવ્યું હતું કે ઘટના આજે બપોરે બની હતી. 16 વર્ષીય ખુશ્બુ ક્રિપા શકર ઉપાધ્યાય ધોરણ-11 ની વિદ્યાર્થીની હતી. ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તાત્કાલિક પરિવાર સ્મીમેર હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાઈ હતી.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

માઠું લગાડી વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
વધુમા જણાવ્યું હતું કે ખુશ્બુને એક નાનો ભાઈ છે. પિતાએ લઈ લીધેલો મોબાઈલ પરત નહીં મળતા માઠું લગાડી ખુશ્બુએ આપઘાત કરી લીધો હોવાનું હાલ પ્રાથમિક કારણ સામે આવ્યું છે. હાલ ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે.