આવેદન:‘કર્મચારીઓને ધમકી આપતા તત્વો સામે ઠોસ કાર્યવાહી કરો’

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીવર્સ વેલફેર એસો.નું ડીસીપી હિતેશકુમારને આવેદન

શહેરના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કર્મચારીઓને હાથ-પગ તોડી નાંખવાની ધમકી આપતા અસામાજીક તત્વો સામે ઠોસ કાર્યવાહી કરવા ગુજરાત વીવર્સ એસોસિએશને ડિસીપી હિતેશનકુમાર જોયસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. ‘જે કર્મચારીઓ 20 પૈસાના ભાવ વધારા વગર કામ પર જશે તેના હાથ પગ કાપી નાંખવામાં આવશે’ આવા ઉડિયા ભાષામાં શહેરના વિવિધ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે.

કર્મચારીઓ આવતા નથી
ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યું કે, ‘અસામાજીક તત્વો દર દિવાળી બાદ ભય ફેલાવી ભાવ વધારો માંગે છે. આવી ધમકીના કારણે હજારો કર્મચારીઓે આવવાનું બંધ કરી દીધું છે. આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડીસીપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.’

અન્ય સમાચારો પણ છે...