તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Take Action Against Big Officials And Give Justice To The Relatives Of The Deceased, Application Form To CP For The Fifth Time

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તક્ષશિલા અગ્નિકાંડ:મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરી મૃતકોને પરિજનોને ન્યાય આપો, પાંચમીવાર સીપીને આવેદનપત્ર

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકો જીવતા ભૂંજાવાની ઘટનામાં પરિજનોએ શુક્રવારે ફરીવાર સીપીને મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આવેદન પાઠવી માંગ કરી હતી. કેસમાં પોલીસે આરોપી બિલ્ડર, પાલિકાના અધિકારી, ફાયરબ્રિગેડના અધિકારીઓ અને ક્લાસિસ સંચાલકોને ઝડપી લીધા હતાં. જોકે, ધરપકડ કરાયેલા પૈકી પાલિકાના અને ફાયરબ્રિગેડના અધિકારીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. શુક્રવારે મૃતકોના પરિવારજનો દ્વારા પાંચમીવાર સીપીને મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા આવેદન પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.

ગતવર્ષે 24મી મેના દિવસે તક્ષશિલા આર્કેડની આગમાં 22 બાળકોના મોત થયા હતા અને 19ને ઇજા થઈ હતી.તક્ષશિલા આર્કેડની તપાસ દરમિયાન મળેલી મૌખિક, દસ્તાવેજી, સાંયોગીક તેમજ વૈજ્ઞાનિક પુરાવાના આધારે તક્ષશિલા આર્કેડમાં સ્માર્ટ ડિઝાઈન સ્ટુડિયો ટ્યુશન ક્લાસીસ ચલાવવા ભાડે આપનાર માલિકો, ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના ફાયર ઓફિસર, ગેરકાયદેસર વીજકનેક્શનની ચકાસણી ન કરી ફરજમાં બેદરકારી દાખવનાર ડીજીવીસીએલના નાયબ ઈજનેર, તક્ષશિલા આર્કેડના ત્રીજા માળે બંધાયેલ બિનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજૂ કરેલા પ્લાન સ્થળ સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં ઈમ્પેક્ટ ફી મંજૂર કરનાર તથા સર્ટીફિકેટ ઓફ રેગ્યુલાઈઝેશન ઈશ્યુ કરનાર પાલિકાના ઈજનેરો મળી કુલ 14 આરોપીઓની ધરપકડ કરાય હતી.

ફાયર પ્રિવેન્શન એક્ટના નિયનોનું ઉલ્લંઘન
300 પેજના આવેદનપત્રમાં લખ્યું છે કે, DGVCL, શહેરી વિકાસના પ્રમુખ, ફાયર અને પાલિકાના અધિકારીઓ સામે કોઈ પગલાં ભરાયા નથી. ફાયર પ્રિવેન્શન એક્ટના નિયમોનું ઉલ્લંઘન, ઇમ્પેક્ટ ફીના નિયમોનું ઉલ્લંઘન બાબતે વારંવાર આવેદનપત્ર આપી રજૂઆત કરતા આવ્યા છીએ. પણ કોઈ પગલાં ભરાયા નથી. દિવાળી પહેલા પાલિકાના 3-4 અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પરવાનગી અપાઈ હતી. જેઓ સામે શું કાર્યવાહી થઈ અને કેવી કાર્યવાહી કરાઈ એ બાબતે મળવા જવાના છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો