• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • System Wakes Up After Morbi Tragedy, Permission Will Be Given After Checking The Fitness Certificate Of Fair Rides Of Vanita Vishram Ground

સુરતનો મેળો પોલીસે બે દિવસ બંધ કરાવ્યો:મોરબીની દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું, વનિતા વિશ્રામના મેળાની રાઈડ્સના ફિટનેસ સર્ટિફિકેટની તપાસ, લોકોએ પરત ફરવું પડ્યું

સુરતએક મહિનો પહેલા
મોરબીની ઘટના બાદ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં ચાલતો મેળો ફિટનેસ સર્ટિફિકેટ તપાસવાના બાબતે બે દિવસ બંધ.

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની બનેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યનો તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ઘટના બાદ હવે સુરતનું તંત્ર પણ ઊંઘમાંથી જાગ્યું હોય તેવું બતાવી રહ્યું છે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા દસ દિવસથી ચાલી રહેલો મેળો આજે પોલીસ દ્વારા અચાનક બે દિવસ બંધ કરી દેવામાં આવ્યો છે. મેળાની રાઇડ્સના ફિટનેસ સર્ટિફિકેટ ફરી એક વખત તપાસવામાં આવશે અને ત્યારબાદ મેળો શરૂ કરવા માટે પરવાનગી અપાશે જેને લઇ બે દિવસ માટે મેળો બંધ રાખવા માટે ફરમાન કરી દીધું છે.

મોરબીની ઘટના બાદ સુરતનું તંત્ર દોડ્યું
મોરબીમાં જે રીતે જુલતો બ્રિજ તૂટવાની ઘટના બની અને તેમાં 135 થી વધુના મોત થયા બાદ સમગ્ર ગુજરાત હચમચી ગયું છે. સમગ્ર ગુજરાતનું પ્રશાસન એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. સુરતમાં પણ મોરબીની દુર્ઘટનાના પડઘા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા વનિતા વિશ્રામ મેળાને પોલીસ પ્રશાસન દ્વારા અચાનક બંધ કરાવી દેવામાં આવ્યો છે. મોરબીમાં બનેલી દુર્ઘટના જેવી સુરતમાં ચાલતા મેળાની રાઈડ્સમાં ઘટના ન બને તે માટે રાઇડ્સના ફિટનેશ સર્ટિફિકેટ તપાસવા માટેની કામગીરી અચાનક શરૂ કરી દેવાઈ.જેને લઈ અચાનક જ પોલીસ ચાલુ મેળા ખાતે પહોંચી જઈને મેળાની રાઈડ્સ બંધ કરાવી દેવતા મેળો આજે બંધ કરી દેવો પડ્યો હતો.

કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે રાઈડ્સ બંધ કરાવાઈ.
કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે રાઈડ્સ બંધ કરાવાઈ.

રાઈડ્સના ફિટનેસ સર્ટિફિકેટની કરાશે તપાસ
સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા 15 દિવસથી રોયલ લોકોનો મેળોનું આયોજન થયું છે. દિવાળીના સમયમાં આ મેળો શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે મેળાની અંદર 20 થી વધુ નાની મોટી રાઇડ્સ આવી છે. દિવાળી વેકેશનને લઈ અહીં મોટી સંખ્યામાં શહેરી જનો મેળાનો લાભ લેવા માટે આવી રહ્યા છે. ત્યારે કોઈ પણ પ્રકારની રાઇડ્સમાં દુર્ઘટનાનો શિકાર કોઈ વ્યક્તિના બને તેને લઈ સુરતનું તંત્ર મોરબી દુર્ઘટના બાદ અચાનક જાગી ગયું છે. મેળામાં ઉપયોગમાં લેવાયેલી તમામ નાની મોટી રાઇડ્સના ફિટનેસ સર્ટિફિકેટ યોગ્ય છે કે નહીં તે તપાસવા હવે પોલીસ મોડે મોડે દોડી છે. મોરબીની દુર્ઘટના બન્યા બાદ પોલીસને આ સર્ટિફિકેટ તપાસવાનું યાદ આવ્યું છે. જેને લઇ આજે અચાનક મેળા ખાતે પોલીસ પહોંચી મેળાની રાઈડ્સને બંધ કરી દેવાનો આદેશ કર્યો છે.

મેળો બંધ કરાવવામાં આવતા લોકોમાં રોષ.
મેળો બંધ કરાવવામાં આવતા લોકોમાં રોષ.

તમામ પરમિશન છે પણ પોલીસે કહ્યું એટલે મેળો બંધ કર્યો
જોકે પોલીસે અચાનક પહોંચી મેળાને બંધ કરી દેવાતા અનેક પ્રશ્નો ઊભા થયા હતા. ત્યારે આ મેળાનું સંચાલન કરતા યશવંત મુલતાનીએ જણાવ્યું હતું કે અહીં શરૂ કરાયેલો આ મેળાની તમામ પ્રકારની પરમિશન લેવામાં આવી છે. તમામ પ્રકારના સર્ટિફિકેટ પણ છે. કોઈ જ પ્રકારનું ગેર કાયદેસર કે નિયમ વિરુદ્ધ કાર્ય કરવામાં આવ્યું નથી.પરંતુ આજે પોલીસ અહીં આવીને કહ્યું કે મોરબીની દુર્ઘટનાને લઇ બંધ કરવાનું છે. એટલે મેળો બંધ રાખ્યો છે. પોલીસની તમામ પરમિશન પણ લીધેલી જ છે. પોલીસે કીધું એટલે હાલ બંધ રાખ્યું છે. વધુમાં પોલીસે કહ્યું કે પ્રશાસનનો ન્યાય રહે છે, પ્રશાસન ડિસ્કશન કરવા માંગે છે, મોરબીનો મુદ્દો ઉઠ્યો છે, તે અંગે ચર્ચા કરવા માંગે છે. એટલે મેળો બંધ કર્યો છે. જોકે ફરીથી સર્ટી લેવાની વાત સામે આવી છે તેને લઈને સંચાલકે જણાવ્યું હતું કે અત્યારે પણ અમારી પાસે તમામ સર્ટિફિકેટ છે જ અને પરમિશન પણ છે જ, પરંતુ જો ફરીથી સર્ટી લેવાનું જણાવશે તો તે પણ મેળવી લઈશું.

મેળાની તમામ રાઈડ્સ બંધ કરાવવામાં આવી.
મેળાની તમામ રાઈડ્સ બંધ કરાવવામાં આવી.

બે દિવસ માટે મેળો બંધ રહેશે
જે રીતે પોલીસ દ્વારા આ મેળો આજે અચાનક બંધ કરી દેવામાં આવ્યો તેને લઈને પોલીસ પ્રશાસનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મેળામાં જેટલી રાઇડ્સ આવી છે તે તમામ રાઈડ્સના ફિટનેસ સર્ટિફિકેટ ફરી એક વખત તપાસવામાં આવશે.તે ઉપરાંત અનેક એવી રાઇટ્સના ફિટનેસ સર્ટિફિકેટ ફરીથી લેવડાવવામાં આવશે. એ તમામ કામગીરી પૂર્ણ થઇ જશે ત્યારબાદ મેળો રાબેતા મુજબ શરૂ કરવાની પોલીસ તરફથી પરવાનગી આપવામાં આવશે.આ અંગે SVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજની નિરીક્ષક ટીમ પાસે સર્ટિફિકેટની ચકાસણી કરાવવામાં આવશે અને નવા સર્ટીફીકેટ પણ તેમની તપાસ બનાવ્યા બાદ પોલીસ તરફથી પરવાનગી આપવામાં આવશે. એટલે તેના ભાગરૂપે આ મેળાની રાઈડ્સઓ બે દિવસ માટે બંધ રહેશ. ઉપરાંત વધુમાં જાણવા મળ્યું હતું કે પોલીસ તરફથી મેળો બંધ કરવા માટે નથી જણાવ્યું. પરંતુ મેળાની અંદરની જે મોટી મોટી અને જોખમી રાઈડ્સો આવી છે તેના ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી માટે બંધ કરવા કહ્યું છે.

મેળામાં ફરવા આવનાર લોકોને પરત ફરવું પડ્યું.
મેળામાં ફરવા આવનાર લોકોને પરત ફરવું પડ્યું.

મેળામાં ફરવા આવનાર અનેક લોકો પરત થવું પડ્યું
સુરત પોલીસ દ્વારા અઠવાલાઇન્સ ખાતે ચાલતો રોયલ મેળાને ફિટનેસ સર્ટિફિકેટ તપાસવાનું કહી મેળાની રાઈડ શરૂ કરવા દેવાની ના પાડી દેવાઈ હતી.જેને લઇ મેળા આયોજકોએ આજે સમગ્ર મેળાને બંધ કરી દીધો હતો. જેથી મેળા ખાતે ફરવા આવનાર અનેક સહેલાણીઓ અને શહેરીજનને પરત થવું પડ્યું હતું. પરિવાર સાથે મેળો ફરવા આવતા લોકો મેળાને બંધ જોતા તેમની અંદર કુતૂહલ સર્જાયું હતું.

અન્ય સમાચારો પણ છે...