કોરોના સુરત LIVE:ઓમિક્રોન વેરિયન્ટથી તંત્ર અલર્ટ, કોરોનાના વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 144047 પર પહોંચ્યો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંક્રમણના ખતરા સામે લડવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. - Divya Bhaskar
સંક્રમણના ખતરા સામે લડવા માટે પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે.
  • પોઝિટિવ કેસનો આંક 144047 પર પહોંચ્યો

ઓમિક્રોન વેરિયેન્ટ જે દેશોમાં જોવા મળી રહ્યો છે. એવા હાઇરિસ્ક 11 દેશમાંથી સુરત આવેલા 39માંથી તમામ મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. વિદેશથી આવેલા તમામ લોકોને 7 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. ઓમિક્રોનના અલર્ટ વચ્ચે પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. આજે કોરોનાના વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 144047 પર પહોંચ્યો છે

જિલ્લામાં પણ વિદેશથી લોકો આવ્યાં
હાઇરીસ્ક કેટેગરી ધરાવતા દેશોમાંથી આવેલા 80માંથી 52નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે 28નો રિપોર્ટ પેન્ડીંગ છે. જ્યારે જિલ્લામાં મંગળવારે બારડોલીમાં યુએઈથી આવેલા 6 લોકોના, પનામાથી કામરેજ આવેલા 4 લોકોના, યુએસથી 1 અને યુકેથી ચોર્યાસીમાં આવેલા 2 લોકોના ,યુએસથી માંડવી આવેલી 1 વ્યક્તિના અને માંગરોળમાં બહેરીનથી આવેલા 4 લોકો, કેનેડાથી આવેલા 2 લોકો અને સાઉથ આફ્રિકાથી આવેલી 1 વ્યક્તિના સેમ્પલ લેવાયા છે.

શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 20 થઈ
શહેરમાં 4 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 144047 થઈ ગઈ છે. શહેર અને જિલ્લામાં કોરોનાના એકપણ દર્દીનું મોત નીપજ્યું નહોતું. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 2116 થયો છે. શહેરમાંથી 05 દર્દીએ કોરોનાને માત આપી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141911 દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 20 થઈ છે.

રસીકરણ અભિયાન તેજ કરાયું
કોરોના સંક્રમણ સામે લોકોને ઝડપથી રસી મળી જાય તે હેતુથી પાલિકા દ્વારા પ્રયાસો યથાવત રાખવામાં આવ્યાં છે. આજે શહેરમાં પ્રથમ ડોઝ કોવિશિલ્ડ માટે 24 સેન્ટર જ્યારે બીજા ડોઝ માટે 140 સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. જ્યારે વિદેશ જનારા લોકો માટે 2 સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. સાથે જ કોવેક્સિન રસી લેનારા માટે 11 સેન્ટર કાર્યરત છે.