તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ઉત્તરવહીમાં નિશાની કરનારા બે વિદ્યાર્થીને સિન્ડિકેટની ક્લીનચીટ

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
 • FACTના રિપોર્ટ પ્રમાણે વિદ્યાર્થીઓએ નિશાની કરી ન હતી

મંગળવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં બે વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં કોઇ નિશાની કરી નથી એવો FACTના રિપોર્ટ પર સિન્ડિકેટે મંજુરીની મહોર મારીને બે વિદ્યાર્થીને ક્લીન ચીટ આપી દીધી છે.2020માં એમબીબીએસ અને એમએસસીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં નિશાની કરતા FACT કમિટીએ તપાસ બાદ નિશાની કરી નથી તેવો રિપોર્ટ રજૂ કર્યો હતો. સિન્ડિકેટે બંને વિદ્યાર્થીઓને ક્લીનચીટ આપી દીધી હતી.

માસ કોપી : BRS કોલેજનું એફિલિએશન રદ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન છોટાઉદેપુરમાં આવેલી સંખેડા કોલેજનું એફિલિએશન રદ કરવા માટે સિન્ડિકેટમાં નિર્ણય લેવાયો છે. નવનિયુક્ત કુલપતિ કે.એન. ચાવડાએ કોલેજ સામે કડક કાર્યવાહી કરી ક્રમશઃ જોડાણ રદ કરવા સુધીનો નિર્ણય લઈ લીધો છે.

એસ. વાય બી. આર. એસ. (સેમ-૩) ની પરીક્ષામાં મંગલભરતી લોકશિક્ષણ અને કૃષિમહાવિદ્યાલય, બાદુરપુર, સંખેડા ખાતે કેન્દ્ર હતું. 27 જાન્યુઆરીએ યુનિવર્સિટીની સ્કવોડ કોલેજમાં તપાસમાં ગઈ હતી. ત્યારે બંને વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ ટોળે વળીને સામુહિક પરીક્ષામાં કોપી કરી રહ્યા હતા. સુપરવાઈઝરો લાઈબ્રેરીમાં જઈને ઉંઘી ગયા હતા. મંગળવારે મળેલી સિન્ડિકેટની બેઠકમાં બી.આર.એસ કોલેજની અેફિલિએશન રદ કરવાનો આદેશ આપી દીધો હતો. જ્યારે આચાર્ય અને વિદ્યાર્થીઓનું ઓનલાઇન હિયરીંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો