તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:યુનિ.ની છેલ્લા સેેમેસ્ટરની પરિક્ષા ઓનલાઈન લેવા સિન્ડિકેટની માંગ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 જુલાઇએ એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય થશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટે અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષાઓ ઓનલાઇન લેવા માટેની ભલામણ એકેડેમિક કાઉન્સિલને કરી છે. યુનિવર્સિટીમાં શુક્રવારે સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં અલગ અલગ વિદ્યાર્થી સંગઠનોની ઓનલાઇન પરીક્ષા લેવાની લેખિત રજૂઆત મૂકાઈ હતી. જેની પર સભ્યોએ ચર્ચા કર્યા બાદ સાયન્સ, કોમર્સ, મેનેજમેન્ટ, લો, આર્ટ્સ કોમ્યુટર સાયન્સ, એજ્યુકેશન ફેકલ્ટીના રેગ્યુલર અને એક્સર્ટનલના અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના છેલ્લા સેમેસ્ટર સહિતની તમામ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવે એવો ઠવાર કર્યો હતો.

સિન્ડિકેટ માને છે કે ઓનલાઇન પરીક્ષા વિદ્યાર્થઈઓના હિતમાં છે. જેથી અગામી 12 જુલાઇએ મળનારી એકેડેમિ કાઉન્સિલમાં અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા ઓનલાઇન કે પછી ઓફલાઇન લેવી તેની પર ચર્ચા વિચારણા થશે. તે સાથે એવો પણ નિર્ણય કરાયો છે કે, સેમેસ્ટર છના પરિણામના પંચાસ ટકા ગુણ સેમેસ્ટર પાંચના પંચાસ ટકા ગુણ સેમેસ્ટર છની ઓનલાઇન પરીક્ષામાં ગણવા પણ એકેડેમિક કાઉન્સિલને કહ્યું છે.

તમામ પ્રકારની ફી માટે એક જ રસીદ બનશે

  • કોઇ કોલેજમાં એક કોર્સ હોય અને તે બંધ થાય તો તેની નીતિ નિયમ માટે પાંચ સભ્યોની કમિટી બની
  • એફઆરસીમાં સીએની નિમણૂક કરવાની સત્તા કુલપતિને આપવી
  • એનએસએસ ડિપાર્ટમેન્ટ ખાતે આસિસ્ટન્ટ કો-ઓર્ડિનેટરની પુનઃનિમણૂક કરાશે
  • પૂર્વ કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તા અને સરકારી કોલેજના આચાર્ય ડો. રાજેશ પટેલને નિયમ મુજબ સેનેટ સભ્ય વાળો મુદ્દો પરત ખેચાયો
  • સેનેટ સભ્યની રજૂઆત પર વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી તમામ પ્રકારની ફી માટે એક જ રસીદ બનશે
  • સેનેટ સભ્યની રજૂઆત પર ઓન ડિમાન્ડ એક્ઝામની વ્યવસ્થા કરવી.
અન્ય સમાચારો પણ છે...