દુઆ:સૈયદના સાહેબે મહામારીના નાશ માટે દુઆ કરી

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાઉદી વહોરા સમાજે રમજાન ઇદ પર ડો,સૈયદના સાહેબના આદેશથી ઇદની ઉજવણી ઘરમાં નમાજ અદા કરવા સાથે કરી હતી. સૈયદના સાહેબે કોરોનાના નાશ માટે દુઆ કરી હતી. તેમજ ઓનલાઈન વહોરા સમાજને માર્ગદર્શન આપ્યું હતું.તેમજ દાઉદી વહોરા સમાજને કોરોનામાં રાખવાની તકેદારી તેમજ ભવિષ્યમાં પણ જરૂરી સલામતીના પગલાં અંગે માર્ગદર્શન આપ્યું હતું. કરાયેલી ઉજવણીમાં ઝીકરે હુસૈનની મજલીસ યોજાઈ હતી.ત્યારબાદ ડો. સૈયદના તાહેર સૈફુદ્દીન, ડો.સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન અને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના પ્રવચનો દર્શાવાયા હતા. 

અન્ય સમાચારો પણ છે...