તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના સૈયદપુરામાં રહેતો 40 વર્ષીય તનવીર અકીલ હાશમી બારડોલીમાં બંગલો ભાડે લઈ તેમાં પોર્ન ફિલ્મ બનાવતો હોવાનું મુંબઈ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખૂલ્યું છે. આગામી દિવસોમાં મુંબઈ પોલીસ ફરી તપાસ માટે સુરત અને બારડોલી આવી શકે છે. વેબસિરીઝ બનાવવાના નામે સુરત અને તેની આજુબાજુના જિલ્લાઓમાં બંગલો કે ફાર્મ હાઉસ ભાડે લઈ તનવીરે શૂટિંગ કર્યાની આશંકા છે. તનવીરના પેન ડ્રાઇવ અને લેપટોપમાં ઘણી પોર્ન ફિલ્મો પણ હોવાની શંકા છે. જેની તપાસ કરાય તો ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.
ઉપરાંત તનવીરના બેંકમાં ખાતાની પણ તપાસ કરાશે. શરૂઆતમાં તનવીર હાશમી મુંબઈમાં બંગલો ભાડે રાખી પોર્ન ફિલ્મ બનાવતો હતો પરંતુ બંગલાનું ભાડુ વધારે હોવાથી તેણે સુરત અને તેના નજીકના જિલ્લાઓમાં વેબ સિરીઝ બનાવવાના નામે ભાડેથી બંગલો લઈ પોર્ન ફિલ્મ બનાવતો હતો.
મંગળવારે મુંબઈ ક્રાઇમ બ્રાંચની ટીમ સુરત આવી તનવીરને ઊંચકી ગઈ હતી. મુંબઇના મડ આઇલેન્ડ ખાતે પોર્ન મુવીનું શુટિંગની બાતમી મળતા મુંબઈ ક્રાઇમબ્રાંચે દરોડા પાડી 5ને પકડ્યા હતા. ક્રાઇમબ્રાંચે આ કેસમાં 9 સામે ગુનો નોંધ્યો છે. તનવીર હાશમીને કોર્ટમાં રજૂ કરતા 15મી ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મળ્યા છે.
મુંબઈ, બારડોલી અને સુરતમાં કંઈ જગ્યાએ બંગલો ભાડે લઈ પોર્ન ફિલ્મ બનાવી તે અંગેની તપાસ કરાશે. તનવીરના ભાઈ પણ કોરિયોગ્રાફર હોવાની વાત છે. તનવીર ભાટપોરની એક હોટલની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટમાં 50થી વધુના સ્ટાફ સાથે રહેતો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.