આત્મહત્યા:ગોડાદરામાં SY. BA.ની છાત્રાનો ઝેર પી આપઘાત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આત્મહત્યા કરવાનું કારણ અકબંધ, મૃતકના પિતા સ્કૂલમાં એકાઉન્ટન્ટ છે

ગોડાદરામાં એસવાય બીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ અનાજમાં નાખવાની ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. વિદ્યાર્થીનીએ ક્યાં કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામના વતની અને ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા હરજીભાઈ બામણીયા વરાછાની જ્ઞાન જ્યોત સ્કુલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેમની 19 વર્ષિય પુત્રી નમયંતી વનિતા વિશ્રામ ખાતે એસવાય બીએમાં અભ્યાસ કરતી હતી.

નમયંતીએ રવિવારે બપોરે પોતાના ઘરે અનાજમાં નાખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝેરી દવા પી લીધા બાદ નમયંતીની તબિયત લથડતા પરિવાર હોસ્પિટલ લઇ ગયો હતો જ્યાં તેણે દવા પી લીઘી હોવાની પરિવારને જાણ થઈ હતી. બનાવની જાણ થતા ગોડાદરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે નમયંતીએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...