ભાસ્કર વિશેષ:આજથી 60 ટકા એન્ટ્રી સાથે સ્વીમિંગ પૂલ ફરી શરૂ કરાશે, વેક્સિન લેનારાને જ પ્રવેશ આપવાનો આગ્રહ

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી વેવની શક્યતા વચ્ચે શહેરના 17 સ્વીમિંગ પૂલો ફરી શરૂ કરવા પાલિકાની કવાયત

સરકારે મહાપાલિકાઓમાં 20મીથી સ્વીમિંગ પૂલ ફરી શરૂ કરી દેવા મંજૂરી આપતાં પાલિકા સંચાલિત શહેરના 17 તરણકુંડોમાં સફાઇ તેમજ ક્લોરિન મશીન સ્પેરપાર્ટનું ફિટિંગ શરૂ કરાયું છે. છેલ્લા 16 મહિનાથી બંધ સ્વીમિંગ પૂલ ફરી શરૂ થઇ રહ્યાં હોવાથી શહેરીજનોમાં ઉત્સુકતા વધી છે. જોકે કુડંમાં 60 ટકા સભ્યોને જ પ્રવેશ આપવાની સાથે વેક્સિન લીધી હોય તો જ કુંડમાં ન્હાવાનો આગ્રહ દર્શાવાયો છે. આ સાથે જ નવી એસઓપી પણ અમલમાં લેવાશે.

16 મહિનાથી બંધ તમામ તરણકુંડોમાં સફાઈ કામગીરી, ક્લોરિન મશીનો ફરી જોડાયાં
પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઇએ કહ્યું કે, સ્વીમિંગ પૂલોમાં સફાઇ કામ શરૂ કરી દેવાયું છે. સાથે જ કુંડમાં પાણી ભરવા માટે પણ સૂચના આપી દેવાઇ છે. જોકે પાણી શુદ્ધ કરતાં ક્લોરિન મશીનો ખરાબ ન થઈ જાય તે માટે છુટા પાડી દેવાયાં હતાં. જેથી આ મશીનોના સ્પેર પાર્ટનું ફિટિંગ પણ શરૂ કરાયું છે. સોમવારથી બાકી કામગીરી હાથ ઉપર લેવાશે.

સફાઈકર્મીઓનું ફરજિયાત રસીકરણ
​​​​​​​સ્વીમિંગ પૂલ 20મીથી શરૂ થવા જઇ રહ્યાં છે ત્યારે પાલિકાએ સાવચેતીના પગલારૂપે સ્વીમિંગ પૂલની વિવિધ કામગીરીમાં એવા કર્મીઓ ફાળવ્યા છે જેમનું વેક્સિનેશન થઇ ગયું હોય. જેથી કુંડમાં ન્હાવા આવનારા શહેરીજનોને પણ સંક્રમણથી સુરક્ષિત રાખી શકાય.

ત્રીજી લહેરની ભીતિ વચ્ચે સાવચેતી​​​​​​​
ત્રીજી લહેરની ભીતિ વચ્ચે પાલિકાએ તૈયારીઓ તો શરૂ કરી છે. જોકે કુંડમાં ન્હાતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવું પડશે. આ અંગે પાલિકા કમિશનરની મંજૂરી લેવા માટે પણ કવાયત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...