તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીવા તળે અંધારું:સુરતમાં સિવિલ મેડિકલ કોલેજના સફાઈ કામદારો જોખમી રીતે પંચિંગ મશીનથી હાજરી પૂરે છે, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

સુરતએક મહિનો પહેલા
પંચિંગ મશીનથી હાજરી પૂરવા માટે સફાઈ કામદીરોની લાઈન.
  • કોર્પોરેશન દ્વારા તમામ ઓફિસોમાં પંચિંગ મશીનથી હાજરી લેવાનું બંધ કરવામાં આવ્યું હતું

સુરત સિવિલ મેડિકલ કોલેજનો નવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોની અંદર સુરત સિવિલ મેડિકલ કોલેજના સફાઈ કામદારોની પંચિંગ મશીનથી હાજરી પૂરાવવા માં આવી રહી છે. કોરોના સંક્રમણ દરમિયાન પંચિંગ મશીનનો ઉપયોગ કરવોએ ખૂબ જ જોખમી પુરવાર થઈ શકે છે. સફાઈ કામદારો જે રીતે કતારમાં ઊભેલા જોવા મળ્યા હતા તેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી ગયા હતા.

પંચિંગ મશીનથી હાજરી પૂરવાનો એક મોટો પ્રશ્ન
સિવિલ મેડિકલ કોલેજના થકી સમગ્ર શહેરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટેના સતત સંદેશ આપવામાં આવતા હોય છે અને ત્યાં જ ગંભીર બેદરકારી સામે આવી છે. શરૂઆતના તબક્કામાં જ્યારે કોરોના સંક્રમણ ફેલાવાની શરુઆત સુરત શહેરમાં થઈ હતી જ્યારે કોર્પોરેશન દ્વારા તમામ ઓફિસોમાં પંચિંગ મશીનથી હાજરી લેવાનું બંધ કરવામાં આવ્યું હતું. હાલ જ્યારે કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે ત્યારે પંચિંગ મશીનથી શા માટે હાજરી પૂરવામાં આવી રહી છે તે એક મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. સિવિલ મેડિકલ કોલેજમાં જો આ પ્રકારની ગંભીરતા સામે આવે તો સ્વાભાવિક રીતે જ ચિંતા થાય.

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો નજરે પડ્યો.
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો નજરે પડ્યો.

સફાઈ કામદારો લાંબી કતારમાં જોવા મળ્યા
પંચિંગ સિસ્ટમના કારણે કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે એ અંગે સુરત મેડિકલ કોલેજના સંચાલકો પણ ખૂબ સારી રીતે જાણે છે. ત્યારે આ પ્રકારની કાળજી કેમ રાખવામાં આવી રહી નથી તે અંગે ખુલાસો કરવો જોઈએ. સફાઈ કામદારો લાંબી કતારમાં ઊભેલા જોવા મળી રહ્યા છે તો ત્યાં સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જળવાય છે તે અંગે પણ ખુલાસા કરવા જોઈએ. કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરની અંદર સોશિયલ ડિસ્ટન્સ ન મળવાને કારણે દુકાનો રેસ્ટોરન્ટ મોલ બંધ કરાવી દીધા છે અથવા તો સખ્તાઇ પૂર્વક એવા સ્થળ ઉપર નિયમોનું પાલન થાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો સિવિલ મેડિકલ કોલેજમાં જ આ પ્રકારની બેદરકારી રાખવાનું કેટલું યોગ્ય છે.

કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે પંચિંગ મશીનથી હાજરી પૂરવી જોખમી રૂપ.
કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે પંચિંગ મશીનથી હાજરી પૂરવી જોખમી રૂપ.

ઉપરી અધિકારીઓના ડરને કારણે બોલવાનું ટાળ્યું
સફાઈ કામદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો કારણકે પંચિંગ સિસ્ટમ દરમિયાન તેને સ્પર્શ કરવો ખૂબ જ અનિવાર્ય છે. જો એક પણ સફાઈ કર્મચારી કોરોના થયો હોય તો તે કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી શકે છે તેની કલ્પના માત્રથી પણ ધ્રૂજી જવાય છે. જો સફાઈ કામદાર કોરોના સંક્રમિત થાય તો તેઓ અન્ય કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે તેનો આપણે વિચાર કરી શકીએ. ઉપરી અધિકારીઓના ડરને કારણે તેઓ મીડિયા સમક્ષ વ્યક્તિગત રીતે બોલવાનું ટાળ્યું હતું. જોકે, તેમની આ સ્થિતિ અંગે લોકો માહિતગાર થાય અને અધિકારીઓ દ્વારા પણ સિસ્ટમ ન માત્ર મેડિકલ કોલેજમાં પરંતુ જ્યાં પણ ઓફિસમાં હાજરી પુરવા માટે ઉપયોગમાં લેવાતી હોય તે તાત્કાલિક બંધ કરી દેવા માટે વિનંતી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો