તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Swaminarayan Gurukul In Surat On The Occasion Of Parashuram Jayanti With Shanti Yajna Prayed To Liberate The World From Korona

ઉજવણી:સુરતમાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં પરશુરામ જયંતિ નિમિતે શાંતિયજ્ઞ સાથે વિશ્વને કોરોના મુક્ત કરવા પ્રાર્થના કરાઈ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળ સહિતની જગ્યાએ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળ સહિતની જગ્યાએ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલના સંતોએ કોરોના ગ્રસ્તો માટે પ્રાર્થના કરી

કોરોનાના તાંડવને કારણે વિશ્વભરમાં હજારો પરિવારોના માળાઓ પીંખાઈ ગયા છે. લાખો લોકોએ સ્વજનો ગૂમાવ્યા છે. હજારો લોકો નિરાધાર બની રહ્યા છે ત્યારે અખાત્રીજ પરશુરામ જયંતિના પવિત્ર દિવસે અતિ દયાળુને સાધુતાની મૂર્તિ સમાન ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અનુસાર સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા કોરોના મહામારીના વધતા પ્રભાવને શમાવવા માટે સંતોએ વિશ્વ શાંતિયજ્ઞ દ્વારા પ્રાર્થના કરી હતી.

કોરોનામાં મોતને ભેટેલા આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરાઈ હતી.
કોરોનામાં મોતને ભેટેલા આત્માની શાંતિ માટે પણ પ્રાર્થના કરાઈ હતી.

વિવિધ જગ્યાએ યજ્ઞના આયોજન થયા
કોરોના ગ્રસ્ત દર્દીઓને માટે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અને તેની શાખાઓ દ્વારા અપાય રહેલી દવાઓ ઉપરાંત આજે સંતોએ દુઆ પણ કરી હતી. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર પરશુરામ જયંતિ અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન અને તેની વિશ્વભરની શાખાઓમાં આજે 251 ઉપરાંત સંતોએ વિશ્વની સુખાકારી અર્થે પૃથ્વી પરથી કોરોના મહામારીનુ વહેલી તકે નિવારણ થાય, મૃત્યુ પામેલા સ્વજનોનું શ્રેય થાય, હાલ કોરોના ગ્રસ્ત સત્વરે સ્વસ્થ થાય એવી શુભ ભાવના સાથે યજ્ઞશાળામાં હોમ હવન કર્યો હતો.

વિશ્વને કોરોનામુક્ત કરવા માટે પ્રાર્થના કરાઈ હતી.
વિશ્વને કોરોનામુક્ત કરવા માટે પ્રાર્થના કરાઈ હતી.

​​​​કોરોના મુક્ત વિશ્વને કરવા પ્રાર્થના
યજ્ઞશાળામાં ગુરુકુલના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિત દેશ-વિદેશની વિવિધ ગુરુકુળ આશ્રમોમાં 250 ઉપરાંત સંતોએ વિશ્વશાંતિ યજ્ઞના મંત્રોચાર , ભક્ત ચિંતામણી ગ્રંથના શાંતિપાઠના પ્રકરણોનું ગાન તેમજ જનમંગલ અને વૈદિક પુરુષસૂક્ત્તના મંત્રો દ્વારા યજ્ઞ નારાયણને આહુતિઓ અપાયેલ. આ પ્રસંગે પ્રારંભમાં સંતોએ ભગવાન સ્વામિનારાયણ તેમજ મૃત્યુના અધિષ્ઠાતા દેવ મહાદેવજી તથા નવ ગ્રહોનું પૂજન કર્યું હતું. અને પ્રાર્થના કરી કહ્યું હતું કે" ઓ દેવાધિદેવ હવે હાંઉ કરો. વિશ્વને આ કોરોના મહામારીમાંથી મુક્ત કરો તેવી વધુમાં પ્રાર્થના કરી હતી.