તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દત્ત જયંતિ:સ્વામી સમર્થને કેસર સ્નાન કરાવી પાલખીયાત્રા કાઢી

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક

બેગમપુરા વડવાળી શેરીમાં આવેલા શ્રી અક્કલકોટ સ્વામી મઠમાં દત્તજયંતિની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી દત્તાવતાર અક્કલકોટ સ્વામી સમર્થને કેસરસ્નાન, પાદુકાપૂજન, મહાઆરતી કરાઇ હતી. સંધ્યાકાળે મંદિરના કક્ષમાં પાલખીયાત્રા નીકળી હતી.

શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મઠમાં દત્તજયંતિ ઉજવાઇ હતી. મંદિરના ટ્રસ્ટી રવિભાઈ રાણાએ જણાવ્યું હતું કે દત્તાવતાર અક્કલકોટ સ્વામીની મૂળ ગાદી શોલાપૂર જિલ્લાના અક્કલકોટ ગામમાં છે. તેમના શિષ્ય પરંપરામાં સુરતના બાલકૃષ્ણ મહારાજ મૂળ શાહપોરના રહીશ હતા. બાળપણમાં તેમણે અક્કલકોટ સ્વામીના શિષ્ય તાત મહારાજના કહેવાથી સાધના કરી હતી. ત્યારબાદ યુવાનીમાં છોડી દીધી હતી. આથી તાત મહારાજે તેમને ફરી સાધના શરૂ કરવાનો આદેશ આપ્યો. સાધાનનો ફરી પ્રારંભ કરતા સ્વપ્નમાં તેમને અક્કલકોટ સ્વામીએ દર્શન આપી મઠની સ્થાપનાનો આદેશ આપ્યો હતો. તેમને અક્કલકોટ સ્વામીના પાદુકા, વસ્ત્રો અને પાટ પણ મળ્યા હતા.દત્ત જયંતિ નિમિતે કેસરસ્નાન, પાદુકાપૂજન, મહાઆરતી અને પાલખીયાત્રાના કાર્યક્રમ થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો