સરખામણી:સુરતમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીએ વડાપ્રધાન મોદીને ઋષિતુલ્ય મહાત્મા કહ્યા

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
નૌતમ સ્વામીની રક્તતુલા કરાઈ. - Divya Bhaskar
નૌતમ સ્વામીની રક્તતુલા કરાઈ.
  • નૌતમ સ્વામીના 50માં જન્મદિવસ નિમિત્તે કામરેજ રોડ વાલક પાટીયા સ્વામિનારાયણ મિશન ખાતે એમની રક્તતુલા કરાઈ

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીના 50માં જન્મદિવસ નિમિત્તે કામરેજ રોડ વાલક પાટીયા સ્વામિનારાયણ મિશન ખાતે એમની રક્તતુલા કરાઈ હતી. આ પ્રસંગે ઋષિ કુલ ગૌધામ પાનોલી દ્વારા 11 સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં એકત્ર થયેલી બોટલો કાર્યક્રમ સ્થળે લવાઈ હતી. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નૌતમ સ્વામીએ ઋષિતુલ્ય મહાત્મા સાથે સરખાવ્યા હતા.

નૌતમ સ્વામીની આગવીસૂઝની પ્રસંશા
તુલા પ્રસંગે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ દાસજી સ્વામી સહિત અલગ અલગ શહેરોના સંતો હાજર રહ્યા હતા. એ સાથે જ સામાજિક રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો પણ હાજર રહ્યા હતા. દરેક સંતોએ નૌતમ સ્વામીની સાથેના સ્મરણો યાદ કરી તેમની કાર્યશૈલી અને તેમની આગવીસૂઝની પ્રસંશા કરી હતી.

દરેક સંતોએ નૌતમ સ્વામીની સાથેના સ્મરણો યાદ કરી તેમની કાર્યશૈલી અને તેમની આગવીસૂઝની પ્રસંશા કરી.
દરેક સંતોએ નૌતમ સ્વામીની સાથેના સ્મરણો યાદ કરી તેમની કાર્યશૈલી અને તેમની આગવીસૂઝની પ્રસંશા કરી.

100 વખત રક્તદાન કરનારનું સન્માન કરાયું
જીવનભાઈ તોરીવાળા અને સ્વામિનારાયણ ગુરુકુળ વેડરોડના સંતો દ્વારા ચોકલેટ તુલા પણ કરાઈ હતી. 11 સ્થળે યોજાયેલા રક્તદાન કેમ્પમાંથી કુલ 432 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જીવનમાં 100 વખત રક્તદાન કરનાર 5 વ્યક્તિઓનું સન્માન પણ કરાયું હતું.