તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Attack On Swami Of Swaminarayan Temple Of Vadtal Sub division In Surat, Complaint Registered Against 24 For Vandalizing And Stealing In Temple

સંતો-હરિભક્તો વચ્ચે વિવાદ:સુરતમાં વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરના સ્વામી પર હુમલો, મંદિરમાં તોડફોડ અને ચોરી કરનાર 24 હરિભક્તો સામે ગુનો નોંધાયો

સુરત25 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમરોલી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
અમરોલી પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
 • મંદિરને વડતાલના લક્ષ્મીદેવ નારાયણ ટ્રસ્ટમાં વિલીન કરવામાં આવતા વિવાદ
 • પુરુષ હરિભક્તો મહિલા હરિભક્તોને આગળ કરી સ્વામીને હેરાન કરતા હતા
 • મંદિરમાં ચાલતા હોમ-હવનમાં ખલેલ પહોંચાડી ગાળો આપી ધાર્મિક લાગણી પણ દુભાવતા

સુરતમાં મોટા વરાછામાં રાજહંસ ટાવરની સામે આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા દોઢ મહિનાથી કેટલાક હરિભક્તો દ્વારા સ્વામીને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. સ્વામીને માર મારવાની સાથે મંદિરમાં ચાલતી પૂજા, હોમ-હવનમાં હરિભક્તો ખલેલ પહોંચાડતા હતા. એટલું જ નહીં સ્વામીને એલફેલ ગાળો આપી ધાર્મિક લાગણી દુભાવતા હતા. દોઢ મહિનાથી પોલીસના પહેરા વચ્ચે પણ પુરુષ હરિભક્તો મહિલા હરિભક્તોને આગળ કરી મંદિરમાં તોડફોડ કરવાની સાથે ચોરીઓ કરાવતા આખરે પોલીસે 24 હરિભક્તો સામે રાયોટીંગ અને ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડતાલના લક્ષ્મીદેવ નારાયણ ટ્રસ્ટમાં વિલીન કરવા સામે હરિભક્તોનો વિરોધ
અમરોલી પોલીસે જણાવ્યું હતું કે, મોટા વરાછા લજામણી ચોક પાસે રાજહંસ ટાવરની સામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં રહેતા નિર્દોષચરણદાસજી ગુરુસ્વામીલક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામી 2011માં અહીં આવ્યા હતા. તેઓએ 2011થી 2014ના સમયગાળા દરમિયાન અથાગ મહેનત કરી હરિભક્તોના નાના-મોટા દાનથી મંદિરની સ્થાપના કરી હતી અને 2014માં મંદિરમાં ડીડ બનાવવામાં આવ્યું હતું. જેમાં જે તે સમયે જ લખાણ કરવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં આ મંદિરને લક્ષ્મીદેવ નારાયણ ટ્રસ્ટ વડતાલમાં વિલીન કરવામાં આવશે. હાલમાં આ મંદિરને વડતાલના લક્ષ્મીદેવ નારાયણ ટ્રસ્ટમાં વિલીન કરવામાં આવતા 50 જેટલા હરિભક્તોએ આ મંદિર અહીંના વહીવટ હેઠળ જ રહેવું જોઈએ તેમ કહી વિરોધ ઉઠાવ્યો હતો. જયારે 5000 થી વધુ હરિભક્તોએ સહમતી બતાવી હતી.

24 હરિભક્તો સામે રાયોટીંગ અને ચોરીનો ગુનો નોંધાયો
છેલ્લા દોઢ મહિનાથી વિરોધ કરનારા 50 જેટલા હિરભક્તિઓ દ્વાર સ્વામીને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરતા હતા. જોકે ત્યારબાદ સ્વામીએ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા બંદોબસ્ત ખડકાયો હતો. પરંતુ ત્યારબાદ પુરુષ હરિભક્તો મહિલા હરિભક્તોને આગળ કરી મંદિરમાં સ્વામીને હેરાન કરતા હતા. મહિલા હરિભક્તો સ્વામીની પૂજા, હોમ-હવનમાં ખલેલ પહોંચાડી તેમને માર પણ મારી લેતા હતા. આ ઉપરાંત સ્વામીને એલફેલ ગાળો આપી ધાર્મિક લાગણી દુભાવી મંદિરમાં તોડફોડ કરતા હતા. આ ઉપરાંત કેટલીક વસ્તુની ચોરીઓ પણ કરી લેતા હતા. જેથી આખરે ગતરોજ સ્વામીની ફરિયાદ લઇ પોલીસે 24 હરિભક્તો સામે રાયોટીંગ અને ચોરીનો ગુનો નોંધી અમરોલીમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.કે.કુવાડિયાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

છેલ્લા દોઢ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે
આ સમગ્ર મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનાથી આ વિરોધ ચાલતો હોવાના કારણે દોઢ મહિનાથી મંદિરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે બાદમાં પુરુષ હરિભક્તો મહિલા હરિભક્તોને ઉશ્કેરી પોલીસ મહિલાઓને કઈ કરશે નહીં અને તમારા સામે કોઈ કાયદાકીય પગલાં લેવાશે નહી તેમ કરી તેમને આગળ કરી સ્વામીને હેરાન પરેશાન કરતા હતા. જેથી આખરે પોલીસે હરિભક્તો સામે કાયદેસરનો ગુનો નોંધવાની ફરજ પડી હતી.

આ લોકો સામે ગુનો નોંધાયો

 • હસુ ફાચરીયા
 • ધીરુ રબારીકા
 • ભદ્રેશ ગજેરા
 • ભીખુ ગેવરીયા (રહે-શિવપાક મોટા વરાછા)
 • પ્રવીણ દેસાઈ (ઐ-શાંતિનિકેતન ફ્લોરા મોટા વરાછા)
 • જગદીશ આંબરડી (રહે-વિશ્વનાથ સોસાયટી મોટા વરાછા)
 • ચતુર પીઠવડી (રહે- કૃષ્ણકુંજ સોસાયટી સીમાડા નાકા)
 • ચીમન દાતરડી (રહે રવીદર્શન સોસાયટી સરથાણા)
 • ભૌનીકા ભનુભાઈ (રહે-રોયલ રેસી. મોટા વરાછા)
 • ધારા ઉમેશભાઈ (રહે- શિવપાર્ક બંગ્લોઝ મોટા વરાછા)
 • રસીલા ભદ્રેશભાઈ (રહે સિદ્ધસ્વર કોમ્પલેક્ષ મોટા વરાછા)
 • લીલા બાવચંદભાઈ (રહે- સાગર રો-હાઉસ મોટા વરાછા)
 • ગીતા રાજુભાઈ (રહે-સૌરાષ્ટ્ર ટાઉનશીપ મોટા વરાછા)
 • રમીલા શેલડીયા (રહે- મોમાઈ કોમ્પલેક્ષ), શિલ્પા હસમુખભાઈ
 • અનસુયા અમરેલી (રહે-ભક્તીનંદન સોસાયટી સેક્ટર-૨ મોટા વરાછા)
 • ધર્મિષ્ઠા ખૂંટ (રહે-વિશ્વનાથ સોસાયટી મોટા વરાછા)
 • ચંદ્રિકા રસિકભાઈ (રહે રાધેશ્યામ સોસાયટી મોટા વરાછા)
 • અરુણા રાજાણી (રહે-સ્નેહસાગર સોસાયટી મોટા વરાછા)
 • રમાબેન (રહે-તાપીદર્શન સોસાયટી નાના વરાછા)
 • અસ્મિતા ધાનાણી (રહે રામકૃષ્ણ સોસાયટી મોટા વરાછા)
 • ભાનુબેન રબારીકા (રહે- ઋષિ બંગ્લોઝ મોટા વરાછા)
 • શારદા ફાચરીયા (રહે-સાઈ બંગ્લોઝ મોટા વરાછા)
 • શારદા ભૂપતભાઈ (રહે-શ્રીનાથજી બંગ્લોઝ મોટા વરાછા)