તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:SVNITના વિદ્યાર્થીની હાઇકોર્ટમાં રિટ, ‘લોકડાઉનના ડિપ્રેશનથી પરીક્ષાનું ફોર્મ ભરવાનું ચૂક્યો, પૂરક પરીક્ષામાં વધુ એક તક આપો’

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ વર્ષમાં 25 ક્રેડિટ નહીં હોવાથી ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીને ડિસ્કોલિફાય કર્યો હતો

‘કોરોનાને કારણે લોકડાઉનથી ડિપ્રેશનમાં આવેલા એસવીએનઆઇટીના વિદ્યાર્થીએ મે મહિનામાં યોજાનારી પૂરક પરીક્ષામાં બેસવા દેવા માટે હાઇકોર્ટમાં રિટ કરી છે. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, લોકડાઉનને કારણે ડિપ્રેશનમાં હોવાથી પરીક્ષાનું ફોર્મ ભરી શક્યો નથી. જેથી આગામી પૂરક પરીક્ષામાં બેસવા દેવામાં આવે. રિટ કરનારા વિદ્યાર્થીના એડવોકેટ રોનીથ જોયે જણાવ્યું હતું કે, ‘પ્રથમ વર્ષમાં 25 ક્રેડિટ નહીં હોવાથી ઇન્સ્ટિટ્યૂટે વિદ્યાર્થીને ડિસ્કોલિફાય કર્યો હતો.

જેની જાણ તેના માતા-પિતાને થતા તેમણે ડિરેક્ટરને અપીલ કરી હતી. પણ તે અપીલ રદ કરવામાં આવી હતી. જેથી વિદ્યાર્થીનું મેડિકલ તપાસ કરાવતા તે ડિપ્રેશનમાં હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી વિદ્યાર્થીના માતા-પિતાએ ફરી અપીલ કરી હતી. પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, ડિપ્રેશનને કારણે વિદ્યાર્થી મે મહિનામાં યોજાનારી પૂરક પરીક્ષાનું ફોર્મ પણ ભરી શક્યો નથી. જેને પગલે રિટ કરવામાં આવી હતી.’

આ વચ્ચે એવું પણ જણાવવામાં આવ્યુ હતું કે કોરોના અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે અરજદાર વિદ્યાર્થી સાથે ઇન્સ્ટિટ્યૂટે જે વર્તન કર્યું છે એ યોગ્ય ન હતું. આમ, આવા તબક્કે વિદ્યાર્થીને માનસિક અસર થઇ હોવાથી ડિપ્રેશનમાં મૂકાઈ ગયો હતો. તે જાન્યુઆરી 2020થી માનસિક તાણમાં હતો અને લોકડાઉન પછી તેની તબીયત બગડી હતી. જેથી તે પરીક્ષામાં હાજર રહી શક્યો નથી.’ આ મામલે આગામી નવ એપ્રિલના રોજ હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે તેમ એડવોકેટે જણાવ્યું હતું. જોકે પરીક્ષા મે મહિનામાં લેવામાં આવનાર છે.

હાઈકોર્ટે ઇન્સ્ટિટ્યૂટને નોટીસ પાઠવી છે
ઇન્સ્ટિટ્યૂટના નિયમ છે કે મેડિકલ કારણથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા અપાવી શક્યા નથી તે વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવી. જેથી વિદ્યાર્થીના માતા પિતાએ યોગ્ય પુરાવા ઇન્સ્ટિટ્યૂટને આપીને પૂરક પરીક્ષામાં બેસવા દેવા માંગ કરી હતી. પણ તેને બેસવા દીધો ના હતો. જેથી રિટમાં પૂરક પરીક્ષામાં બેસવા દેવા રજૂઆત કરાય છે. જેથી વિદ્યાર્થીનું એક વર્ષ બચાવી શકાય. હાઇકોર્ટ આ મામલે ઇન્સ્ટિટ્યૂટ સહિતના પક્ષકારોને નોટીસ પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો