તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:SVNITએ હોસ્ટેલના છાત્રોને ઘરે નહીં જવા દેતા હોબાળો

સુરત15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને કેમ્પસ બહાર ન જવા દેવાયા, વિવાદ થયા બાદ તમામને ઘરે મોકલી દેવાયા

શહેરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાય રહ્યો છે. તેવામાં જ એસવીએનઆઇટીએ હોસ્ટેલના વિદ્યાર્થીઓને ઘરે જવા દેવાની મંજૂરી આપી ના હતી. જેને કારણે વિદ્યાર્થીઓએ શુક્રવારે હોબાળો મચાવ્યો હતો. જે પછી એસવીએનઆઇટીએ વિદ્યાર્થીઓને ઘરે જવાની મંજૂરી આપી હતી.

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ઓનલાઇન એજ્યુકેશન અપાય રહ્યું હોવાથી ઘરે જવાની મંજૂરી માંગી હતી. જે નહીં આપી હતી. એટલું જ નહી, કેમ્પસમાંથી પણ બહાર નીકળવા દેવાતા ના હતા. જેથી અંતે બુધવારે હોબાળો મચાવવા સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. જે પછી તેમણે ઘરે જવા દેવાની મંજૂરી આપી હતી.

12 છાત્રને ચેપ લાગતા પ્રતિબંધ લદાયો હતો
ઇન્સ્ટિટ્યૂટના ડેપ્યુટી ડિરેક્ટર ડો. પી. એલ. પટેલે કહ્યું હતું કે, છેલ્લા એક મહિનામાં 12 વિદ્યાર્થીઓના કોવિડ-19ના કેસ પોઝિટિવ આવ્યા છે. જોકે, તે વિદ્યાર્થીઓ કેમ્પસની બહાર ગયા હતા. જેથી વિદ્યાર્થીઓના હીતને જોતા અમે કેમ્પસ નહીં છોડવા આદેશ કર્યો હતો. પણ બુધવારે વિદ્યાર્થીઓની રજૂઆત બાદ અમે બેઠક કરી છે અને તેમાં જે વિદ્યાર્થીઓ ઘરે જવા માંગે છે તેને ઘરે જવાની મંજૂરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો