ક્રાઇમ:12 બોગસ દસ્તાવેજ બનાવી ફ્લેટો વેચનાર સૂત્રધારની ધરપકડ કરાઈ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • અફઝલ શાએ અંડરવર્લ્ડના નામે ધમકાવ્યાની દલીલો
  • ઝદ એપાર્ટ.ના ફ્લેટ-દુકાનો નકલી ઓળખ આપી વેચ્યા હતા

મુગલીસરાની આઇપી મિશન સ્કૂલ પાસે બોગસ ડોક્યુમેન્ટના આધારે મિલકતો વેચી દેવાના કૌભાંડમાં મુખ્ય આરોપી અફઝલ શાએ કરેલી આગોતરા જામીન અરજી પરત ખેંચી લેવાઇ છે, પોલીસે અફઝલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો અને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અફઝલએ અંડરવર્લ્ડના નામે અનેક લોકોને ધમકાવ્યા હોવાની વિગતો પણ પોલીસે જણાવી છે.

પુણાગામના કછોલ ફળિયામાં રહેતા પ્રફુલ્લ મોહનભાઇ પટેલ તેમજ ગોપીપુરા બડેખાચક્લા વિસ્તારમાં રહેતા રઢ અફઝલશા અકબરશા કાદરી સને-2007માં ભાગીદારીમાં વેપાર કરતા હતા. પ્રફુલ્લ પટેલે મુગલીસરાની આઇપી મિશન સ્કૂલ પાસે ઝદ એપાર્ટમેન્ટ બનાવ્યું હતું. આ એપા.ની દેખરેખ તેઓના ભાગીદાર અફઝલશા અને અફઝલનો મેનેજર નીરવ ધનસુખ નિકલવાલા રાખતા હતા. દરમિયાન અફઝલ અને નિરવએ ભેગા મળીને ઝદ એપાર્ટમેન્ટના ફ્લેટો તેમજ દુકાનોના બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા.

જેમાં નિરવે પ્રફુલ્લ પટેલની ઓળખ આપી હતી અને પોતે જ પ્રફુલ્લ પટેલ બનીને દસ્તાવેજ કરી દીધા હતા. આ હકીક્ત આરટીઆઇમાં મળી આવી હતી, જેમાં કુલ 12 જેટલા બોગસ દસ્તાવેજ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. પ્રફુલ્લ પટેલે અફઝલ શા તેમજ નિરવ પટેલ અને બોગસ ડોક્યુમેન્ટ બનાવવામાં અન્ય સંડોવાયેલાઓની સામે લાલગેટ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ તપાસમાં ડોક્યુમેન્ટમાં સાક્ષી તરીકેની ઓળખ આપનાર અફઝલના સગા ભાઈ દિલાવરની ધરપકડ થઈ હતી અને તેના જામીન પણ નામંજૂર થયા હતા. હવે આ કેસમાં મુખ્ય આરોપી અફઝલ પણ પોલીસના પાંજરે પુરાયો છે. અફઝલએ કોર્ટમાં પોલીસથી બચવા આગોતરા જામીન માંગ્યા હતાં, જેમાં ઓર્ડર આવવાનો હતો, ત્યાં અફઝલએ પોતાની અરજી પરત ખેંચી લીધી છે. અફઝલને કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...