તપાસ:જોળવા મિલમાં ઝેરી કેમિકલ યુક્ત કાપડની ચીંધી સળગાવવા પ્રકરણમાં પંચાયતની શંકાસ્પદ ભૂમિકા

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત સાથે મેળાપીણા ધરાવતી ધનુધર મિલે પંચાયતની નોટિસ સુધ્ધા રિસીવ નહી કરી હતી

સોમવારની મોડી રાતે પલસાણા તાલુકાના જોળવા ગામના પ્રજાજનો દ્વારા જોળવા ગામને અડીને આવેલા ક્યુબાટીક મિલમાં બોઇલરમાં ઝેરી વેસ્ટ કેમિકલ યુક્ત કાપડની ચીંન્ધી સળગાવવા માટે આવેલ ટેમ્પો પકડવામાં આવ્યો હતો અને ગ્રામજનો આ મુદ્દે વિસ્તારના ધારાસભ્યને પણ જાણ કરવામાં આવી હતી.

ઘટનાની રાતે પ્રથમ વખત મિલમાંથી પ્રદૂષિત ધુમાડો નીકળતા પ્રથમ વાર સરપંચને ફોન કરી ઘટના અંગે જાણ કરી હતી. જે બાદ સરપંચ દ્વારા મિલના સંચાલકોને જાણ કરવામાં આવતા તાત્કાલીક બોઇલર થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું, પરંતુ મોડી રાતે 12 વાગ્યા બાદ જ્યારે ફરી એકાએક ઝેરી ધુમાડો નીકળતાની સાથે જ ગામની ગુસ્સે ભરાયેલી પ્રજાઓ મિલમાં ઘસી જઈ જનતા રેડ કરી હતી.

ત્યારે મિલમાં પકડેલી કાપડની ચીંધી ભરેલો ટેમ્પો અને મિલમાં ખુલ્લેઆમ બાળવામાં આવતી કેમિકલ યુક્ત કાપડની ચીંધી બતાવવા અને આ બાબતે રજૂઆત કરવા સરપંચને સ્થળ પર બોલાવવા માટે જ્યારે ફરી સરપંચને ફોન કરવામાં આવ્યો ત્યારે રાતે સરપંચ ફોન બંધ કરી સુઈ ગયા હોવાનું જનતા રેડ કરનારાઓએ જણાવ્યું હતું.

વધુમાં અગાઉ પણ ગ્રામજનોએ આ ઊડતી રજકણ બાબતે સરપંચને રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી સરપંચ કે પંચાયત દ્વારા કોઈ કાયદેસર કાર્યવાહી નહિ કરવામાં આવતા અંતે પ્રજાએ જ કાયદો હાથમાં લઈ મિલને બાનમાં લઈ મિલમાં પડેલો ચીંધી ભરેલો ટેમ્પો ઝડપી લેવામાં આવ્યો હતો.

પ્રથમ તો સરપંચ દ્વારા સમગ્ર મામલાને રફેદફે કરવા માટે દબાણ કરવામાં આવ્યું જ્યારે જનતા રેડ કરનારી પ્રજા રાતોરાત ધારાસભ્યને મળવા પહોંચી ત્યારે સરપંચની પગ તળે રેલો આવતા બીજા દિવસે મિલોને નોટિસ મોકલી હોવાનું જાણવા મળ્યું છે.

GPCBએ ચીંધીના સેમ્પલ લીધા, ધનુધર મિલને માત્ર કોલસો સળગાવવા પરમિશન
એક બાદ એક ક્યુબાટીક્સ અને ધનુધર મિલમાં બોઇલર પણ કાપડની ચીંધી સળગાવતા હોવાનું બહાર આવતા અને ગામજનોના ભારે ઉહાપોહ થતા આક્રોશ ભાળી ગયેલી GPCB બુધવારે બંને મિલોમાં પહોંચી બોઇલર નજીક પડેલા કાપડ વેસ્ટની ચીંધીઓના સેમ્પલ લઈ કાર્યવાહીનો જાણે દેખાવ કર્યો હતો.

ધનુધર મિલને બોઇલર માત્ર કોલસા સળગાવવાની પરમિશન હોવા છતાં ત્યાં જલાઉ લાકડા અને કાપડની ચીંધીઓ મળી આવવા છતાં GPCBના અધિકારીએ માત્ર સેમ્પલ લઈ સંતોષ માન્યો હતો. આવા કિસ્સાઓમાં GPCB દ્વારા મિલોને તત્કાલીન અસરથી ક્લોઝર નોટિસ આપવામાં આવે છે એ મામલે GPCB કેવું વલણ દાખવે એ જોવું રહ્યુ.

અન્ય સમાચારો પણ છે...