તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં હાથરસ જેવી ઘટના?:પલસાણામાં રેલવે-ટ્રેક પાસે મહિલા પર દુષ્કર્મ આચરી ઝાડીઓમાં ફેંકી દીધી હોવાની આશંકા, હાથ-પગે ફ્રેક્ચર અને હોઠ કપાયેલી હાલતમાં હતાં

સુરત7 મહિનો પહેલા
રેલવે-ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી હતી. - Divya Bhaskar
રેલવે-ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી હતી.
  • મહિલા સિવિલ હોસ્પિટલમાં દાખલ અને ગાયનેક તથા માનસિક વિભાગના ડોક્ટરોની સારવાર હેઠળ

હાથરસની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી એવા સમયે સુરતમાં મહિલા સાથે બનેલી એક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે-ટ્રેક પાસેની ઝાડીમાંથી એક બિનવારસી ઇજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવતાં તેને 108ની મદદથી સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી. રેલવે અકસ્માતના કોલ સાથે મહિલાને ગંભીર હાલતમાં લવાતાં તબીબો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તબીબી તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેને સિવિલમાં દાખલ કરી દેવાઈ હતી. તબીબોની તપાસમાં મહિલાના હાથ-પગે ફ્રેક્ચર અને હોઠ પણ કપાયેલી હાલતમાં હતાં.

મહિલા બેભાન અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી
108ના કર્મચારીએ જણાવ્યું હતું કે કોલ ટ્રેન અકસ્માતનો હતો. ઘટનાસ્થળે ગયા બાદ મહિલા બેભાન અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી. ગુપ્તભાગે લોહી નીકળતી હાલતમાં મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. મહિલાના હાથે-પગે ફ્રેક્ચર અને મોઢા પર ગંભીર ઇજાઓ દેખાઈ રહી હતી. ઘટનાની ગંભીરતાને લઈ પલસાણા અને રેલવે પોલીસ બન્નેને જાણ કરાઈ હતી.

મહિલાને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મહિલાને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

મહિલાને હવસનો શિકાર બનાવી રેલવે-ટ્રેક નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હોવાની આશંકા
ગામવાસીઓએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત મહિલા ગાંગપુર ગામમાં રખડતું જીવન જીવતી હોવાનું લોકોએ જોયું છે. એટલું જ નહીં, પણ માનસિક બીમાર મહિલાને કોઈએ પોતાની હવસનો શિકાર બનાવી રેલવે-ટ્રેક નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હોય એ વાતને પણ નકારી નહીં શકાય. જોકે સિવિલના કેટલાક મેડિકલ ઓફિસરે પણ મહિલા માનસિક બીમાર લાગી રહી હોવાનો અભિપ્રાય આપ્યો છે. જોકે હાલ મહિલા હોસ્પિટલમાં દાખલ છે અને ગાયનેક તથા માનસિક વિભાગના ડોક્ટરોની સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

મહિલાના શરીર પર મલ્ટિપલ ઇજાઓ હતી
ડો. ઓમકાર ચૌધરી (સુરત સિવિલ હોસ્પિટલ, મેડિકલ ઓફિસર)એ જણાવ્યું હતું કે હા, અજાણી મહિલા સોમવારની મારી સાંજની ડ્યૂટીમાં જ આવી હતી. શરીર પર મલ્ટિપલ ઇજાઓ હતી. જાંઘ, માથાના ભાગે ઈજા, હોઠ કપાયેલી હાલતમાં હતાં અને ગુપ્તભાગેથી લોહી નીકળતું હતું. તમામ ઇજાઓ 24 કલાક પહેલાંની હોવાનું કહી શકાય છે. ઇજાગ્રસ્ત મહિલાની મહિલા પરિચારિકાને સાથે રાખી તપાસ કર્યા બાદ એવી આશંકા લાગી રહી છે કે અજાણી મહિલા પર દુષ્કર્મ આચરીને ફેંકી દેવાઈ છે. એટલું જ નહીં, આ મહિલા માનસિક બીમાર હોવાનું પણ લાગી રહી છે, જેથી તેને ગાયનેક, સર્જરી સહિત અનેક વિભાગમાં રિફર કરી અભિપ્રાય માગવામાં આવ્યા છે.

ડોક્ટરોએ માનવતા નેવે મૂકી
ઈજાગ્રસ્ત મહિલાને ગત રોજ સાંજે 7.30 કલાકે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ત્યાર બાદ રાત્રે 11.30 કલાકે કેસ પેપર કાઢવામાં આવ્યા હતા. જોકે રાત્રે 2 વાગ્યા બાદ તેને ટ્રોમા સેન્ટરમાંથી વોર્ડમાં રિફર કરવામાં આવી હતી, જેથી બે કલાકમાં દાખલ કરવાના પરિપત્રને અભરાઈએ ચડાવી ડોક્ટરોએ માનવતા નેવે મૂકી હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો