ફૂડ વિભાગની કાર્યવાહી:ઘી બાદ હવે તેલમાં ભેળસેળની શંકા,વરાછાના ભાવીશા ટ્રેડિંગમાં 1.70 લાખના 58 ડબ્બા સીઝ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાના ફૂડ વિભાગે કાર્યવાહી કરીને લાખો રૂપિયાના તેલના ડબ્બા સીઝ કર્યા - Divya Bhaskar
પાલિકાના ફૂડ વિભાગે કાર્યવાહી કરીને લાખો રૂપિયાના તેલના ડબ્બા સીઝ કર્યા
  • મહાનગર પાલિકાના ફૂડ વિભાગની કાર્યવાહી, નમૂના લેબમાં મોકલાયા

પુણામાં ઘી માં ભેળસેળ મળવાની ઘટના બાદ હવે તેલમાં પણ ભેળસેળની ફરિયાદ ઉઠી છે. શહેરમાં ઘી-તેલમાં મોટા પ્રમાણમાં ભેળસેળ ચાલી રહ્યું છે ત્યારે પાલિકા ફરિયાદને આધારે દરોડો પાડી રહી છે. વરાછા એલ.એચ.રોડ પર વર્ષા સોસાયટીમાં ભાવીશા ટ્રેડીંગ કંપનીમાં શુક્રવારે પાલિકાના ફુડ વિભાગના ફુડ સેફ્ટી ઓફિસરોએ દરોડો પાડ્યો હતો.

તેલમાં ભેળસેળ કરવામાં આવી રહી હોવાની મળેલી ફરિયાદને પગલે ટીમે સ્થળ પર પહોંચી જઈ તપાસ કરી સ્થળ પરથી ઓમ ધારા સિંગતેલ અને શ્રી ધારા સિંગતેલના નમુના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરી ખાતે મોકલાવવામાં આવ્યા છે. ઓમ ધારા સિંગતેલનાં 15 લિટરવાળા એક એવા 43 ડબ્બાં જેનો અંદાજીત રૂપિયા 1,05,350 નો જથ્થો તથા ધારા સિંગતેલના 15 કિલોના 26 ડબ્બા કિંમત રૂપિયા 65 હજાર મળી કુલ 1,70,350 નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

ભેળસેળ છે કે નહીં તે રિપોર્ટમાં સ્પષ્ટ થશે
પાલિકાના ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર જગદીશ સાલુંકેએ જણાવ્યું હતું કે, તેલમાં ભેળસેળ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ મળતાં સ્થળ પર ટીમે નમુના લેતાં પ્રાથમિક તપાસમાં શંકા જણાઇ છે તેથી 58 ડબ્બા સીઝ કરવામાં આવ્યાં છે. પાલિકાની લેબોરેટરી ખાતે નમૂના મોકલાયા છે. 14 દિવસે રિપોર્ટ આવશે ત્યારે ભેળસેળ અંગે સ્પષ્ટ થશે ત્યાં સુધી તેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...