પેપર લીક થયું હોવાની શંકા:BA સેમ-3ના પેપર MTBના સ્ટ્રોંગ રૂમથી લીક થયાની શંકા,એબીવીપીએ કોલેજ પાસેથી સીસીટીવી ફૂટેજ માંગ્યા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં ચાલી રહેલી પરીક્ષામાં એમટીબી કોલેજમાં આવેલા સ્ટ્રોંગ રૂમમાંથી બીએ સેમેસ્ટર-૩નું પેપર લીક થયું હોવાની શંકા સાથે એબીવીપીએ સ્ટ્રોંગ રૂમ પાસેના સીસીટીવી કેમેરાના ફુટેજની માંગણી કરવામાં આવી છે.

એબીવીપી દ્વાર કરવામાં આવેલી રજુઆતમાં જણાવ્યું હતુંકે, હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર -૩ની પરીક્ષા ચાલી રહી છે. એમટીબી આર્ટસ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે.જેમાં પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે. જે તે પરીક્ષાના પ્રશ્ન પત્ર પરીક્ષા કેન્દ્ર પર આગલી સાંજે આશરે 05:30 એ આવી જાય છે. દરેક કોલેજ કેન્દ્રના સ્ટ્રોંગ રૂમના સીસીટીવી લાઇવ યુનિવર્સિટીમાં હોવું જોઈએ. પરંતુ યુનિવર્સિટી પાસે સ્ટ્રોંગ રૂમના કોઈ ફૂટેજ ઉપલબ્ધ નથી.

યુનિવર્સિટી પણ લાચારી વ્યક્ત કરતાં જણાવે છે કે એક માત્ર એમટીબી કોલેજ સ્ટ્રોંગ રૂમના સીસીટીવીના ફૂટેજ આપવા તૈયાર નથી. સીસીટીવી ફૂટેજ વગરનાં સ્ટ્રોંગ રૂમથી છેલ્લા ઘણા સમયથી પ્રશ્નપત્રો લીક થઈ રહ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રશ્નપત્રોનું સીલપેક કવર યુનિવર્સિટીએ નિર્ધારિત કરેલા સમયે ખોલવાની જગ્યાએ આગલી સાંજે જ સીલ ખોલી દેવામાં આવે છે આ બાબત કોલેજ પ્રસાશન પણ સ્વીકારે છે.

કોપી કેસ કરતી યુનિ. કોલેજ સામે પણ પગલાં લે

એમટીબીના સ્ટ્રોંગ રૂમ રાત્રેમાં રાત્રે જ પેપરનું કવર ખુલી જતું હોવાની શંકા છે. સીસીટીવી ફુટેજ આપવામાં પણ કોલેજ તૈયાર નથી ત્યારે શંકા દ્દઢ બને છે.આ પરથી યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થામાં ચાલકી લોલમલોલ બહાર આવી રહી છે. ત્યારે કોપી કેસમાં વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરતી યુનિવર્સિટી હવે આ કોલેજ સામે પણ પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...