જોધપુરની નજીક સૂર્યનગરી એક્સપ્રેસ ટ્રેનના 11 કોચ પટરી ઉપરથી પડી જવાની શનિવારે મધરાતની ઘટનામાં 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતને લઇને સુરતમાંથી પસાર થતી અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવી છે.
આ અંગે પશ્ચિમ રેલવે તંત્રના જણાવ્યા પ્રમાણે, રવિવારે રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બાંદ્રા ટર્મિનસ અને જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ જોધપુરના રાજકિયાવાસ-બોમદરા નજીક પટરી ઉપરથી ઉતરી ગઇ હતી. ટ્રેનના 11 ડબ્બા ઉતરી જવાના કારણે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી મોટાભાગના લોકો જોધપુર, નાસીકના રહેવાસી હતા. આ અકસ્માતને કારણે પશ્ચિમ રેલવેના ટ્રેન વ્યવહારને પણ ખાસ્સી અસર પહોંચી છે.
જેમાં પશ્ચિમ રેલવેમાં પાલનપુર - જોધપુર એક્સપ્રેસ, જોધપુર - સાબરમતી એક્સપ્રેસ, સાબરમતી - જોધપુર એક્સપ્રેસ, જોધપુર - સાબરમતી એક્સપ્રેસ, સાબરમતી - જેસલમેર એક્સપ્રેસ, જોધપુર - પાલનપુર એક્સપ્રેસને રદ્દ કરવામાં આવી છે.
આ 6 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી
આ ઉપરાંત બિકાનેર-દાદર રાણકપુર એક્સપ્રેસ, બિકાનેર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ, ઇન્દોર-જોધપુર એક્સપ્રેસ, જોધપુર-ઈન્દોર એક્સપ્રેસ, અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ, જોધપુર-બાંદ્રા ટર્મિનસ સૂર્યનગરી એક્સપ્રેસ મહેસાણાના અલગ અલગ જંકશન ઉપરથી ડાયવર્ટ કરવામાં આવી હોવાની માહિતી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.