તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સવાલ:BRTS ટ્રેક નાંખતાં પહેલાં સર્વે થયો કે સીધો જ કોન્ટ્રાક્ટ આપી દેવાયો?

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંકલનમાં ઉમરા BRTS મુદ્દે હર્ષ સંઘવીએ અધિકારીઓને ટપાર્યા
  • BRTS સ્ટેશનથી અકસ્માતની શક્યતા હોય તો તે પણ દૂર કરો, રાજેશ પંડ્યા અધિકારી સારા છે પણ કોઇનું સાંભળવાની ટેવ નથી

પાલિકામાં શનિવારે મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ પાલ-ઉમરા બ્રિજના એસવીએનઆઇટી તરફના રસ્તે નિકળતા બીઆરટીએસ રૂટ વગર પ્લાનિંગ કર્યું અને કોઇ પણ ગ્રાઉન્ડ લેવલની કામગીરી વગર સીધો જ કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું કહી તંત્રને આડે હાથ લીધા હતા. તેમણે કમિશનરને કહ્યું હતું કે કોઇ સર્વે કર્યો હતો કે બારોબાર કોન્ટ્રાક્ટ આપી દીધો?

ધારાસભ્ય હર્ષ સંઘવીએ કમિશનરને કહ્યું હતું કે, તમારા અધિકારી રાજેશ પંડ્યા સારા છે પણ કોઇનું સાંભળવાની ટેવ નથી. ઉમરા ગામમાં બીઆરટીએસ સ્ટેશન અને રેલિંગ ઉભી કરી દેવાઇ તે પહેલા કોઈ સર્વે કરવામાં આવ્યો હતો? જો કર્યો હતો તો મને રિપોર્ટ આપો. મને ખબર છે ત્યાં સુધી અહીં 8 હજાર લોકો જ રહે છે તો બીઆરટીએસમાં કેટલા લોકો સફર કરશે? આ સ્થિતિમાં અહીં બીઆરટીએસની રેલિંગો નાખી રોડ સાંકડા દેવાયા હતા. હજુ પણ અહીં સ્ટેશનને કારણે જો અકસ્માત થઇ શકે તેમ હોય તો સ્ટેશન પણ હટાવી દો. જે ખર્ચ કર્યો છે તેની ચિંતા કર્યા વગર આ કામ લોકોના જનહિતમાં કરવું જોઇએ જેથી કોઇ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો ન આવે.

1.65 લાખ નળ જોડાણો કાયદેસર કરવા સૂચન
ધારાસભ્ય અરવિંદ રાણાએ કહ્યું કે, માન દરવાજાના ટેનામેન્ટ વાસીઓને વૈકલ્પિક જગ્યા ફાળવવા અને અન્ય જગ્યાએ શિફ્ટ થનારાને કોન્ટ્રાક્ટર પાસેથી મંથલી ભાડું ચુકવવા રજૂઆત કરાઈ હતી તથા ગેરકાયદે નળ જોડાણો 1200થી 1500 ભરીને કાયદેસર કરવાની યોજના છે. વેરા બીલમાં વોટર કોડ-6(છ) લખ્યું હોય તે કાયદેસર અને 4 (ચાર) લખ્યું હોય તે ગેરકાયદે છે. શહેરભરમાં 1.65 લાખ કરતાં વધુ મિલકત વેરાઓમાં વોટર રોડ-4 દર્શાવાઇ છે.

અઠવાનો બંધ રસ્તો 2 દિવસમાં ખોલવો જોઈએ
અઠવાગેટ રિ-ડિઝાઈનિંગનું કામ પાંચ વર્ષ પહેલા પ્રેઝન્ટેશન બતાવાયું હતું તે પૂર્ણ થઈ ગયાં પણ હજુ કામ પૂરુ થયું નથી. જે નાનપુરા સહિતના વિસ્તારના લોકો હેરાન થાય છે તે બંધ થવું જોઈએ.

ડુમસ સહિતના 8 ગામ વચ્ચે 1 હેલ્થ સેન્ટર આપો
ઝંખના પટેલે ડુમસ, ભીમપોર, સુલતાનાબાદ સહિતના આઠ ગામો વચ્ચે એક હેલ્થ સેન્ટર બનાવવાની માંગ કરી છે. એરપોર્ટ રોડ પર યલો કલરની લાઈટ છે તેને એલઈડી કરવાની રજૂઆતો કરી હતી.

આઈકોનિક રોડ જાળવણી ન થતાં બગડી ગયો
સુરત-ડુમસ રોડ, વીઆઈપી રોડ, જી.ડી.ગોયેન્કા રોડ, યુનિવર્સિટી રોડ તમામ રસ્તા પર ઘણાં અકસ્માતો થાય છે. તેનું કારણ બેફામ ગાડીઓ હંકારાઇ છે તેથી મુંબઈમાં જેમ સ્પીડ બ્રેકર જેવી રબલ સિસ્ટમ રસ્તાઓ પર જોવા મળે છે. તે સુરતના આ રસ્તાઓ પર નાંખવાની 3 વર્ષથી વાતો જ થાય છે પણ નંખાઇ નથી. 52 કરોડના ખર્ચે બનાવાયેલો આઈકોનિક રસ્તો દેશનો વન ઓફ ધ મોસ્ટ પ્રેસ્ટિજીયસ રોડ છે. જેના નિભાવ તત્કાલ થવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...