• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Survey Of Schools In South Gujarat Reveals Shocking Facts, Condition Of More Than 15 Thousand Students In 6993 Schools Is Bad

વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમમાં:દક્ષિણ ગુજરાતની શાળાઓના સર્વેમાં ચોંકાવનારાં તથ્યો સામે આવ્યાં, 6993 સ્કૂલમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓની હાલત ખરાબ

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાંથી સુરત જિલ્લામાં સૌથી વધુ 130 શાળાને 5 સ્ટાર મળ્યા

દેશની ભાવી પેઢીને શિક્ષણ, કૌશલ્ય તથા જીવનનાં મૂલ્યોના પાઠ શીખવતી શાળાઓમાં સ્વચ્છતાની સાથે અનેક સુવિધાઓનો અભાવ હોવાની વારંવાર ફરિયાદ ઉઠતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યભરની શાળાઓમાં પીવાના પાણી, શૌચાલય અને સ્વચ્છતાને કેન્દ્રમાં રાખીને સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ચોકવાનારા આંકડા સામે આવ્યાં છે. સર્વે બાદ શાળાઓને 1થી 5 સ્ટારની વચ્ચે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.આ મૂલ્યાંકન પ્રમાણે દક્ષિણ ગુજરાતની 6993 સ્કૂલોમાંથી 645 શાળાઓને માત્ર 2 સ્ટાર જ મળ્યાં છે. જ્યારે 21 શાળાઓ એવી છે જેને માત્ર 1 સ્ટાર જ મળ્યો છે.

સર્વેથી ખળભળાટ
આ સર્વે બાદ સામે આવ્યું છે કે, દક્ષિણ ગુજરાતની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય ભગવાન ભરોસે છે. રાજ્યભરની શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખઈને સર્વે કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દરેક શાળાઓને આ સર્વે માટે પરિપત્ર જાહેર કરીને માહિતી અપાઈ હતી. પીવાના પાણી, સ્વચ્છતા તથા શૌચાલયને કેન્દ્રમાં રાખીને આ સર્વે કરાયો હતો. સર્વે બાદ સામે આવેલી વિગતોએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. રાજ્યભરના તમામ 33 જિલ્લાઓમાં કુલ 39848 શાળાઓમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 2030 શાળાઓને 5 સ્ટાર, 22352 શાળાઓને 4 સ્ટાર,14323 શાળાઓને 2 સ્ટાર અને 272 શાળાઓને 1 સ્ટાર આપવામાં આવ્યો છે. જેનો મતલબ સ્પષ્ટ છે કે, 15હજારથી વધુ શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે.

પાણી, શૌચાલય અને સ્વચ્છતાની કથળેલી સ્થિતિ
આ સર્વેમાં દક્ષિણ ગુજરાતના સુરત,તાપી,ડાંગ,વલસાડ,ભરૂચ,નર્મદા અને નવસારી જિલ્લાની સ્કૂલોને સમાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની કુલ મળીને 6993 શાળાઓને સર્વે થયો છે. જેના આધારે શાળાઓને 1થી 5 સ્ટાર અપાયા છે. દક્ષિણ ગુજરાતમાં 1383 શાળાઓને 3 સ્ટાર, 645 શાળાઓને 2 સ્ટાર અને 21 શાળાઓને 1 સ્ટાર મળ્યો છે. જ્યારે 487 શાળાઓને 5 સ્ટાર તથા 4457 શાળાઓને 4 સ્ટાર મળ્યાં છે. અડધાથી વધુ શાળાઓમાં હજુ પણ વિદ્યાર્થીઓને પીવાના પાણી, શૌચાલય અને સ્વચ્છતાની સ્થિતિ કથળેલી છે. જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

5 સ્ટાર મેળવવામાં સુરતની સ્કૂલો આગળ
જે રીતે ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામમાં સુરતના વિદ્યાર્થીઓ રાજ્યભરમાં આગળ રહે છે, તેવી જ રીતે સર્વેમાં પણ સુરતની શાળાઓ પાણી,શૌચાલાય અને સ્વચ્છતામાં આગળ છે. સુરત જિલ્લાની 1557 શાળાનો સર્વે થયો. જેમાં 130 શાળાઓ 5 સ્ટાર,1115 શાળાઓ 4 સ્ટાર,237 શાળાઓ 3 સ્ટાર ,93 શાળાઓને 2 સ્ટાર મળ્યાં છે. સુરત જિલ્લાની એકપણ શાળાને 1 સ્ટાર મળ્યો નથી. સાથે જ નવસારી જિલ્લામાં પણ કોઈ શાળાને 1 સ્ટાર મળ્યો નથી. દરેક સ્કૂલ સ્વચ્છતાની દ્રષ્ટીએ અવ્વલ છે.