શહેરમાં 24 બાય 7 યોજના હેઠળ પાણી સપ્લાય સેવા અમલી બનાવવાના ભાગરૂપે શનિવારે પાણી સમિતિએ ઉધના ઝોન એ- બીમાં કુલ 31.88 ચોરસ કિમી એરિયામાં આ સુવિધા શક્ય છે કે નહીં? તે સ્થિતિ ચકાસવા હયાત લાઇનનો સર્વે કરવા તેમજ રિપોર્ટના આધારે સંભવિત સુધારા સાથે નવી ફીડર લાઇનની કામગીરી માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની નિયુક્તિને મંજૂરી આપી હતી. હવે ઉધના ઝોનમાં પણ 24 બાય 7 યોજના હેઠળ પાણી સપ્લાય સેવા નજીકના વર્ષોમાં શક્ય બનશે.
પાણી સમિતિ ચેરમેન રાકેશ માળીએ કહ્યું કે, આવશ્યક સેવા પાણી સપ્લાયને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા તબક્કાવાર સમગ્ર શહેરને પાણી સમૃદ્ધ સિટી બનાવવાની કવાયત હાથ ધરાઇ છે. તબક્કાવાર સમગ્ર શહેરને 24 કલાક પાણી મળે તેવા નિર્ધાર સાથે ઉધના ઝોન એ અને બીમાં સમાવિષ્ટ વિસ્તારો મળી કુલ 31.88 ચોરસ કિમી એરિયામાં આ સેવા અમલી બનાવાશે. તેમણે કહ્યું કે, ઉધનાસંઘ વિસ્તારથી ઉધના-મજુરા, મજુરા-ખટોદરા, ભેસ્તાન, બમરોલી ગામતળ, પાંડેસરા, વડોદ, ઊન, જીયાવ, સોનારી, ગભેણી અને બુડીયા ગામમાં પણ 27 બાય 7 યોજના હેઠળ પાણી સપ્લાય સુવિધા પુરી પાડવા માટે હાલમાં હયાત પાઇપ લાઇન નેટવર્કના સ્ટ્રેન્ધનીંગ તેમજ નવી ફીડર લાઇન નાખવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ કામગીરી માટે અને જરૂરી સરવે રિપોર્ટ માટે ગ્રીન કન્સલ્ટન્સીને 24.70 લાખના ખર્ચે પીએમસી તરીકે નક્કી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.