સુરત માટે પાણીનો એકમાત્ર સ્ત્રોત કૉઝવે છે. ઉકાઇ ડેમમાંથી છોડાતાં પાણીના સ્ટોરેજમાંથી શહેરને પાણી મળી રહે છે. વસતી સાથે પાણીની માંગ પણ વધી રહી છે. વર્ષ 2022માં સુરતીઓએ 5.05 લાખ એમએલડીથી વધુ પાણીનો વપરાશ કર્યો છે. જે ગત 5 વર્ષની સરખામણીમાં સૌથી વધુ છે. 2018માં 4.11 લાખ એમએલડી વપરાશ હતો. દૈનિક ધોરણે શહેરમાં પાણી વપરાશ જોઈએ તો પાલિકા વર્ષ 2018માં દૈનિક 1127 એમએલડી પાણી પુરુ પાડતી હતી તેમાં 2019માં 52 એમએલડી, 2020માં 62 એમએલડી, 2021માં 74 એમએલડી દૈનિક સરેરાશ સપ્લાઇમાં વધારો નોંધાયો છે. વિતેલા 5 વર્ષમાં 290 એમએલડી પાણીનો વધારો થયો છે.
2030માં 95.83 લાખની વસ્તીને 2050 MLD પાણી જોઈશે
પાલિકાએ અગાઉ સિટી વોટર બેલેન્સ પ્લાન તેમજ એકશન પ્લાન સરકારમાં રજૂ કર્યો હતો. જે મુજબ 2021-22માં 64.86 લાખ વસ્તીને 1400 એમએલડી સપ્લાય કરાય છે. 2025માં વસ્તી વધીને 76.90 લાખ થશે ત્યારે જરૂરિયાત વધીને 1750 એમએલડી થશે જ્યારે 2030માં વસ્તી 95.83 લાખ થશે ત્યારે જરૂરિયાત 2050 એમએલડી પહોંચી જશે. તેથી કોઝ-વેના વિકલ્પરૂપે કન્વેન્સનલ બરાજ મીઠા પાણીનું મોટું સરોવર બનાવવાની પાલિકાને જરૂરિયાત જણાઇ છે પરંતુ આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ હોય પ્રોજેક્ટ વેળાસર થતા નથી.
છેલ્લા 5 વર્ષ દરમિયાન શહેરનો પાણી વપરાશ | ||||
વર્ષ | વાર્ષિક MLD | વધારો | દૈનિક સરેરાશ | દૈનિક વધારો |
2018 | 4,11,583 | --- | 1127 MLD | -- |
2019 | 4,30,586 | 19,003 | 1179 MLD | 52 MLD |
2020 | 4,53,029 | 22,443 | 1241 MLD | 62 MLD |
2021 | 4,80,198 | 27,169 | 1315 MLD | 74 MLD |
2022 | 5,05,593 | 25,995 | 1385 MLD | 70 MLD |
(નોંધ: 1 મિલિયન = 10 લાખ લિટર) |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.