અજુગતું દૃશ્ય:પાલના સર્કલ પર મોડી રાત્રે રખડતાં ઘોડાથી આશ્ચર્ય ફેલાયું

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં રખડતાં ઢોર તો અનેક સ્થળે જોવા મળે છે પણ છેલ્લા કેટલાક સમયથી ઘોડા પણ રખડતાં જોવા મળી રહ્યા છે. પોશ એરિયા ગણાતા પાલમાં નવા તાપી બ્રિજ સાથે કનેક્ટ થતા રોડના એક સર્કલ પર શનિવારે મોડી રાત્રે ચાર ઘોડા ચરતા નજરે પડ્યા હતા. આવું અજુગતું દૃશ્ય જોઈને ઘણા વાહનચાલકો આસ્ચર્યમાં મૂકાયા હતા.

અકસ્માત થવાનું જોખમ
પ્રયાસ સંસ્થાના દર્શન દેસાઈએ જણાવ્યું કે, પાલમાં ઘણા પશુપાલકો ઘોડા પાળે છે. જો કે, કેટલાક આ રીતે ઘોડા છૂટ્ટા મૂકી દે છે. કોરોનાકાળમાં વાહનની અડફેટે ચડેલા એક ઘોડાનો પગ તૂટી ગયો હતો, જેને અમે રેસ્ક્યૂ કર્યો હતો. વાહનો અને પ્રાણી બંને માટે જોખમરૂપ આ મામલે પાલિકાએ ઠોસ કાર્યવાહી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...