પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ:ચૂંટણીને લઈને ઝોન 4 પોલીસનું સરપ્રાઈઝ કોમ્બિંગ, ૩૪૩ લોકો સામે કાર્યવાહી કરાઈ

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ સુરતમાં પોલીસનું સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ સુરતમાં પોલીસનું સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ

વિધાનસભાની ચૂંટણી અંતર્ગત ઝોન ૪ પોલીસમાં આવેલા ખટોદરા તેમજ પાંડેસરા પોલીસ મથકની હદમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસે ૧૦૦થી વધુ કર્મચારીઓની ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસના કોમ્બિંગ દરમ્યાન ૩૪૩ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ઇલેક્શનને લઈ પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ.

આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. જે અંતર્ગત ચુંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય અને ગુનાખોરી પર અંકુશ રાખી શકાય તે માટે સુરત પોલીસ દ્વારા સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ઝોન 4 પોલીસ મથકના વિસ્તારોમાં પોલીસનું સરપ્રાઈઝ કોમ્બિંગ

સુરત પોલીસના ઝોન ૪માં આવતા પોલીસ મથકોના વિસ્તારોમાં પોલીસની ટીમો બનાવીને સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગ કરવામાં આવ્યું હતું.જેમાં ઝોન 4 અંતર્ગત આવતા ખટોદરા તથા પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલા આઝાદ નગર, રસુલાબાદ, બમરોલી, તથા ખાડી વિસ્તારમાં સંયુક્ત રીતે સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

100થી વધુ પોલીસ કર્મીઓ સાથેની ટીમે કરી કામગીરી

હાલ વિધાનસભા ઇલેક્શનને લઈને આચારસંહિતા અમલી થઈ ચૂકી છે. અને ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે.આ સમય દરમિયાન શહેરમાં શાંતિ સલામતી બની રહે તેની સંપૂર્ણ જવાબદારી પોલીસના માથે રહેતી હોય છે,જેને લઇ પોલીસ આગમચેતી જ આ વખતે તૈયાર થઈ ચૂકી છે.જેના ભાગરૂપે સુરત પોલીસની જુદાજુદા ઝોન ની ટીમ તેમના પોલીસના વિસ્તારોમાં સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકિંગની કામગીરી કરી રહી છે.અગાઉ ઝોન 5 ની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને હવે ઝોન 4ની પોલીસની ટીમ દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી છે. ઝોન ફોરમાં એ.સી.પી ખટોદરા અને પાંડેસરાના પી.એસ.આઇ અને અન્ય પોલીસકર્મીઓ મળી કુલ 100 થી વધુ પોલીસ કર્મચારીઓ સરપ્રાઈઝ ચેકિંગમાં જોડાયા હતા.જેમાં ૧૦૦થી વધુ પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમ બનાવી એક સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

સરપ્રાઇઝ ચેકિંગમાં પોલિસે 343 સામે કરી કાર્યવાહી

પોલીસે સરપ્રાઈઝ કોમ્બિંગ તપાસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી અનેક અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરી હતી.પોલીસે કુલ 343 જેટલા ઇસમો સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.પોલીસે કોમ્બિંગ દરમ્યાન નબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નબર પ્લેટ ધરાવનાર સામે કાર્યવાહી કરી હતી.પોલીસે આવા 125 વાહનો, તડીપાર હુકમ ભંગના 2 , હથિયારબંધી અને જાહેરનામાં ભંગના 11, નોન બેલેબલ વોરંટના 8 આરોપીઓની અટક, 69 જેટલા શરીર સબંધી આરોપીઓ, ૧૦૬ માથાભારે ઈસમો સામે અટકાયતી પગલા, પીધેલાના 12, તેમજ ગેરકાયદે દારૂની પ્રવુતિ કરતા 5 ઈસમો મળી કુલ ૩૪૩ લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ સાથે પોલીસે અનેક અસામાજિક તત્વો પાસેથી ગેરકાયદેસર રાખવામાં આવતા જુદા જુદા પ્રકારના હથિયારો પણ કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...