પોલિટિકલ:ગૃહ રાજ્યમંત્રીના પૂતળા દહન પ્રયાસમાં 35 કોંગ્રેસીની અટક

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લઠ્ઠાકાંડ મુદ્દે સંધવીની ઓફિસે ઘેરાઓ કર્યા

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ આખા રાજ્યની જેમ જ સુરતના રાજકારણ પણ ગરમાવો આવ્યો હતો. એક તરફ આમ આદમી પાર્ટીએ મનપાની સામાન્ય સભામાં આ મુદ્દો ગજવ્યો હતો તો બીજી તરફ યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનની ઓફિસનો ઘેરાઓ કરી બહાર પૂતળું બાળવા જતા અટકાયત કરવામાં આવી હતી.

સીટીલાઈટ ખાતે હર્ષ સંઘવી ની ઓફિસે બોટાદમાં થયેલા લઠ્ઠા કાંડ મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે પૂતળા દહન કરવાનું નક્કી કર્યુંું હતુ. યુથ કોંગ્રેસ પ્રમુખ સહીત કાર્યકરો જોડાયા હતા. જોકે પોલીસે પૂતળા દહન પહેલા જ 35 જેવા કાર્યકરોની અટકાયત કરી પૂતળા દહન અટકાવી દીધું હતું.યુથ કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાતના યુવાનો માને છે કે બોટાદના લઠ્ઠાકાંડની ઘટના માટે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી સીધી રીતે જવાબદાર છે.આજે દેશ માં ગુજરાત નશાનો અડ્ડો બની રહ્યું છે વારંવાર હજારો કરોડના ડ્રગ્સ પકડાય છે અને ઠેર ઠેર દારુ ના અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે ચોક્કસ પણે લાગી રહ્યું છે કે સરકાર યુવાનો ને રોજગાર આપવાની જગ્યા એ નશા ના રવાડે ચડાવી દેવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...