તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:સુરતનું પ્રાણી સંગ્રહાલય જળબિલાડીના બ્રિડીંગમાં દેશમાં મોડલ બન્યું, ચાર રાજ્યો દ્વારા જળબિલાડીની માંગ કરાઈ

સુરત9 મહિનો પહેલા
પ્રાણી સંગ્રહાલયમાં જળ બિલાડીઓના બ્રિડીંગને લઈને દેશભરમાંથી માંગ ઉઠી રહી છે. - Divya Bhaskar
પ્રાણી સંગ્રહાલયમાં જળ બિલાડીઓના બ્રિડીંગને લઈને દેશભરમાંથી માંગ ઉઠી રહી છે.
  • તાજેતરમાં જળ બિલાડીની જોડી આપીને રાયપુરથી સિંહ લવાયેલા

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળ બિલાડીની જોડી હવે ગૌરવ અપાવી રહી છે. જળ બિલાડીના બ્રિડીંગ માટે પ્રાણી સંગ્રહાલય સુરત સમગ્ર દેશમાં મોડલ બની રહ્યું છે. તાજેતરમાં રાયપુરના ઝૂમાં જળ બિલાડીની એક જોડી આપ્યા બાદ ત્રણ રાજ્યોના ચાર ઝૂ દ્વારા જળબિલાડીની માંગ કરવાામં આવી છે. જેથી જળ બિલાડી આપીને એ રાજ્યમાંથી નવા પ્રાણીઓ સુરતના પ્રાણી સંગ્રહાલયમાં આવી શકે છે. જેથી સુરત અને આસપાસના લોકોને પણ નવા પ્રાણીઓ જોવાનો લ્હાવો મળી શકે તેમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જળ બિલાડીની સામે સુરત પ્રાણી સંગ્રહાલયને નવા પ્રાણીઓ ભેટમાં મળે છે.
જળ બિલાડીની સામે સુરત પ્રાણી સંગ્રહાલયને નવા પ્રાણીઓ ભેટમાં મળે છે.

દેશમાં એક માત્ર સુરતમાં જળબિલાડીના બ્રિડીંગ થાય છે
સમગ્ર દેશના આશરે 510 જેટલા પ્રાણીસંગ્રહાલયમાં સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં જળબિલાડીઓની સંખ્યામાં સતત વધારો થયો રહ્યો છે. દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત ઝબ પાસે જળબિલાડીઓ માંગવામાં આવી રહી છે. સુરતમાંથી હાલ જ રાયપુર ખાતે જળ બિલાડીની એક જોડી મોકલાવી સામે સિંહણની જોડી લેવામાં આવી છે. ત્યારે રાજકોટ ઝૂ, દિલ્હી ઝૂ, કાનપુર ઝૂ અને મૈસૂર ઝૂ દ્વારા ફરી જલબિલાડીની રિકવાયરમેન્ટ કરવામાં આવી છે.

જળ બિલાડીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
જળ બિલાડીની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.

જળબિલાડી તણાઈને આવી હતી
વર્ષ 2006ના તાપી નદીમાં પૂર વેળા તણાઇ આવેલી 2 માદા જળબિલાડીને રેસ્ક્યુ કરી અહીં રાખવામાં આવી હતી. અને તે બાદ ફોરેસ્ટ વિભાગમાંથી લાવવામાં આવેલી એક નર જળબિલાડી રાખવામાં આવી હતી. બાદમાં અહીં જળબિલાડીઓની સંખ્યા એટલી સારી રીતે વધી રહી છે. જે દેશના કોઈ બીજા પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતી નથી.

26 બચ્ચાઓને જન્મ અપાયો છે
સરથાણા નેચર પાર્કના વેટરનીટી ઓફિસર ડો.રાજેશ પટેલે કહ્યું કે, અત્યાર સુધી કુલ 26 બચ્ચાનો જન્મ થયો છે. તે પૈકી આપણે અમદાવાદ, ચંડીગઢ અને હૈદરાબાદ અને રાયપુર ઝૂમાં જળ બિલાડીની એક એક જોડી આપી છે અને તેની સામે બીજા વાઈલ્ડ એનિમલ લીધા છે. અત્યારે સમગ્ર ભારતમાં સક્સેસફુલ કેપટીવિટી સુરત ઝૂમાં જ થઈ રહી છે .આગળના સમયમાં રાજકોટ ઝૂ, દિલ્હી ઝૂ, યુપીના કાનપુર ઝૂ અને કર્ણાટકના મૈસૂર ઝૂની ફરી રિકવાયરમેન્ટ આવી છે. અને પોપ્યુલેશન થયા બાદ ફરીથી એનિમલ્સ ફેરબદલ કરી આપવામાં આવશે.