યોગ હવે વિશ્વભરના લોકોને આકર્ષી રહ્યો છે. ત્યારે સુરતના યોગ ચેમ્પિયને દુબઈમાં 29.04 મિનિટ વૃશ્ચિકાસન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. યોગમાં રુચિ ધરાવતા યશે સ્કૂલના દિવસોથી જ યશે યોગની પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધુ હતું. યશ સુરતની ગુરુકુલ વિદ્યાલયમા સહ-અભ્યાસિક પ્રવૃત્તિ તરીકે યોગનો અભ્યાસ કરતા હતા. જેથી રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશીનમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યા છે તેમજ "મિસ્ટર યોગી ઓફ ગુજરાત" તરીકે પણ સન્માનિત થયા છે.સાથે જ દુબઈમાં 29.04 મિનિટ વૃશ્ચિકાસન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
આકરી પ્રેક્ટિસ કરી
વર્ષો સુધી સખત પ્રેક્ટિસ કરીને, યશે યોગમાં તેના અસાધારણ પ્રદર્શનથી ઘણા પુરસ્કારો અને ચેમ્પિયનશિપ જીત્યા. તદુપરાંત, તે રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશીનમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યા છે તેમજ "મિસ્ટર યોગી ઓફ ગુજરાત" તરીકે પણ સન્માનિત થયા છે.તેમણે યોગની ફિલોસોફી અને યોગના પ્રાચીન જ્ઞાનનો અભ્યાસ શરૂ કર્યો અને ધ્યાન કરવાનું શીખ્યા, અને તે ધ્યાનની મદદથી માનસિક શક્તિ દ્વારા અઘરામાં અઘરા યોગાસનો ને કુશળતાથી લાંબા સમય સુધી ટકાવી રાખવાનું શીખ્યા છે.
5 વર્ષ પ્રેક્ટિસ કરી
યશે પોતાની ક્ષમતાને ઓળખવા અને યોગને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ થી યોગમાં 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' તોડવા નો નિશ્ચય કર્યો છે. 5 વર્ષ સુધી સખત પ્રેક્ટિસ કર્યા પછી, વૃશ્ચિકાસનને 29 મિનિટ અને 04 સેકન્ડ સુધી સૌથી લાંબા સમય માટે ટકાવી રાખવા બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વ કીર્તિમાન પોતાના નામે કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.