તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ત્રી અત્યાચાર:20 લાખના દહેજ માટે લગ્નના 4 મહિનામાં સુરતની પરિણીતાને કાઢી મૂકી, દારૂડિયા પતિના આડાસંબંધની જાણ થતાં માર મારતો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પતિ છૂટાછેડાનું કહી બીજા લગ્નની વાત કરતો હતો
  • પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી

સુરતની યુવતીના ઉના ખાતે લગ્ન બાદ માત્ર 4 મહિનામાં જ પતિ અને સાસારિયાંએ ત્રાસ આપી કાઢી મૂકી હતી. લગ્ન બાદ પરિણીતાને જાણ થઈ હતી કે પતિ દારૂનો આદી અને આડાસંબંધ ધરાવે છે. એ અંગે સાસરિયાંઓને કહેતાં વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ કહેતો હતો કે તારા પિતા પાસેથી 20 લાખ લઈને આવ અને તારે રહેવું હોય તો રહે, નહીં તો હું બીજા લગ્ન કરી લઈશ.

પતિ દારૂ પી ઘરે આવી મારઝૂડ કરતો હતો
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે સુરતના એકે રોડ ખાતે 27 વર્ષીય હિના(નામ બદલ્યું છે) પરિવાર સાથે રહે છે. હિનાના લગ્ન સોમનાથના ઉનાના યુવક પ્રતિક (નામ બદલ્યું છે) સાથે થયા હતા. ત્યાર બાદ સંયુક્ત પરિવારમાં સાસરિયાંમાં રહેવા ગઈ હતી. લગ્નના બાદ 15 દિવસ સારી રીતે રાખ્યા બાદ પતિએ ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ દારૂ પી ઘરે આવી મારઝૂડ કરતો હતો અને ખાવાનું પણ ફેંકી દેતો હતો. આ સાથે કહેતો હતો કે પિયરમાંથી 20 લાખ રૂપિયા લઈને આવ. પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી દહેજ માટે દબાણ કરતાં હતાં.

બીજા લગ્ન કરી લેવાની પતિ ધમકી આપતો હતો
લગ્નના એક મહિના બાદ પતિના લગ્ન પહેલાંની એક યુવતી સાથે આડાસંબંધ હોવાની જાણ થઈ હતી. જેથી પરિણીતાએ સાસરિયાંને જાણ કરી હતી. સાસરિયાંવાળાઓ કહ્યું હતું કે કમાય છે તો બીજી બયરી પણ રાખશે અને દારૂ પણ પીશે, તારે રહેવું હોય રહે. પતિના આડાસંબંધ હોવાથી સારી રીતે રાખતા ન હતા અને મારઝૂડ કરી ત્રાસ આપતા હતા. આ સાથે પરિણીતા પર શંકા રાખી વોચ રાખતા હતા અને પતિ ધમકી આપતો હતો કે તારે રહેવું હોય તો રહે, નહીં તો હું બીજા લગ્ન કરી લઈશ.

પતિ પત્નીને પિયર મૂકી આવ્યો
જબરદસ્તી પતિ પરિણીતાને તેના પિયર મૂકી આવ્યો હતો અને ત્યાર બાદ છૂટાછેડાની માગણી કરી હતી. પતિએ કહ્યું હતું કે જો તું છૂટાછેડા નહીં આપે તોપણ હું બીજા લગ્ન કરી લઈશ અને તું હાલ મને છૂટાછેડા આપી દે પછી ત્રણ મહિના પછી મને સારું લાગશે તો હું તને રાખી. તેં મારી સાથે ખોટું બોલીને લગ્ન કર્યા છે. ત્યાર બાદથી અત્યારસુધી પતિ પરિણીતાને પિયરમાંથી લેવા આવ્યો નથી. પરિણીતા પતિને ફોન કરતી તો ઝઘડો કરી સરખી રીતે વાત પણ કરતો નથી.

સાસરિયાંમાં પરત ગયેલી પરિણીતાને ધક્કો મારી કાઢી મૂકી
પરિણીતા સાસરીમાં રહેવા માટે ગઈ હતી ત્યારે પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણીએ ઘરમાં પ્રવેશવા દીધી ન હતી. સાસરિયાંએ ધમકી આપી હતી કે ઘરે પાછી આવીશ તો તારા પગ ભાંગી નાખીશ અને મારી નાખીશ. ત્યાર બાદ મારઝૂડ કરી ધક્કો મારી કાઢી મૂકી હતી. પરિણીતા પહેરેલે કપડે સુરતમાં પિયરમાં આવી ગઈ હતી. ત્યાર બાદ પરિણીતાએ પતિ, સાસુ, સસરા, જેઠ અને જેઠાણી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો