ચૂંટણીને લઈ નિર્ણય:સુરતની વીર નર્મદ યુનિ.ની LLBની સેમેસ્ટર 3 અને 5ની પરિક્ષા ઈલેક્શન પછી લેવા નિર્ણય, વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

નર્મદ યુનિવર્સિટી દ્વારા એલએલબી સેમેસ્ટર-૩ અને સેમેસ્ટર 5ની પરીક્ષા લંબાવવામાં આવી છે. નવા સમયપત્રક પણ જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ સંદર્ભે જવાના હોવાથી પરીક્ષા ચૂંટણી પછી લેવા વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરી હતી.જેને ધ્યાને રાખી પરીક્ષા લંબાવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતની ચૂંટણીને લઇ યુનિવર્સિટીની પરીક્ષા લંબાવવામાં આવી

વી૨ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એલએલબી સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર પાંચની પરીક્ષા ૧૪મી નવેમ્બર, ૨૦૨૨થી ૧૮મી નવેમ્બર, ૨૦૨૨ સુધી લેવાવાની હતી.પરંતુ યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લંબાવવામાં આવી છે. આવનાર વિધાનસભાના ઇલેક્શનને ધ્યાને રાખી યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઇલેક્શન પૂર્ણ થઈ ગયા બાદ એલએલબી સેમ 3 અને 5ની પરીક્ષા રાખવાનું નવું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે લેવાયો નિર્ણય

પરીક્ષા લંબાવવા બાબતે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મતદાન જાગૃતિ અર્થે જુદા જુદા કાર્યક્રમમાં જોડાવાના છે.આથી પરીક્ષા ચૂંટણી પછી લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જેને પગલે પરીક્ષા લંબાવવામાં આવે છે.એલએલબી સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર પાંચની પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર પરીક્ષા ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૨થી ૧૬મી ડિસેમ્બર, ૨૦૨૨ સુધી લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...