તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગ:સુરતની સુમુલ ડેરીના ડિરેક્ટરે નાણામંત્રીને લખ્યો પત્ર, આઈસ્ક્રિમ અને ઘી પર લાગતા GSTમાં ઘટાડો કરવાની રજૂઆત કરી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીએસટી ઘટાડવા માટે કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. - Divya Bhaskar
જીએસટી ઘટાડવા માટે કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.
  • ઘી અને આઈસ્ક્રિમ લક્ઝુરિયસ આઈટમ ગણાતી હોવાથી ટેક્સ વધારે લેવાય છે

ગુજરાતમાં સહકારી માળખું ખૂબ જ સક્રિય અને મજબૂત છે. તેમાં પણ પશુપાલનના વ્યવસાયમાં 15 લાખ કરતાં વધારે મહિલાઓ ગુજરાતમાં જોડાયેલી છે. દૂધ ઉત્પાદનની કેટલીક પ્રોડક્ટ પર GST ખૂબ જ ઊંચો લગાડવામાં આવ્યો હોવાની વાત સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડ દ્વારા કરવામાં આવી છે. સુમુલ ડેરીના જયેશ દેલાડે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને આઈસક્રીમ ઉપર લાગતા 18% જીએસટીને દૂર કરી 5% કરવામાં આવે તેમજ ઘી પર 12% જીએસટીને દૂર કરીને 5% ટકા કરવામાં આવે તેવા પ્રકારની માગણી કરી છે.

સુમુલ ડેરીને ડિરેક્ટર દ્વારા પત્ર લખીને જીએસટી ઘટાડવા માગ કરાઈ છે.
સુમુલ ડેરીને ડિરેક્ટર દ્વારા પત્ર લખીને જીએસટી ઘટાડવા માગ કરાઈ છે.

કોરોનાને કારણે સંસ્થાઓને નૂકસાન થયું
કેન્દ્રીય નાણા મંત્રીએ આઇસ્ક્રિમને લક્ઝુરિયસ આઈટમ તરીકે સમાવિષ્ટ કરી છે. સમગ્ર ગુજરાતમાં દર વર્ષે 15,000 કરોડનું આઈસ્ક્રીમ વેચાય છે અને સમગ્ર દેશમાં 30,000 કરોડનો આઇસ્ક્રિમ વેચાય છે. મહત્વપૂર્ણ છે કે,આઈસ્ક્રિમ ઉત્પાદન કરનારી કંપનીઓમાં સહકારી સંસ્થાઓ સંખ્યા વધુ છે.પશુપાલન સાથે જોડાયેલી લાખોની સંખ્યામાં મહિલાઓ આ વ્યવસાયમાં બાદ વધુ મુશ્કેલીમાં મુકાય છે. ગત વર્ષે માર્ચ બાદ એકાએક કોરોના વાઈરસને કારણે લોકડાઉનની સ્થિતિ નિર્માણ થયું તેના કારણે 50ટકાથી વધુ નુકસાન સહકારી સંસ્થાઓને સહન કરવું પડ્યું છે.

સહકારી ક્ષેત્રના હિતમાં જીએસટી ઘટાડવા માગ કરાઈ છે.
સહકારી ક્ષેત્રના હિતમાં જીએસટી ઘટાડવા માગ કરાઈ છે.

મહિલાઓના હિતમાં પત્ર લખાયો
સુમુલના ડિરેક્ટરે પત્રમાં આઇસ્ક્રિમ અને ઘીને લકઝુરિયસ પ્રોડક્ટમાં ન ગણવા માટે સૂચન કર્યું છે. જો કેન્દ્રીય નાણાપ્રધાન બંને પ્રોડક્ટમાં લગાડવામાં આવેલી જીએસટી ઘટાડીને 5% ટકા કરે તો સહકારી માળખાને મોટી રાહત થઇ શકે છે. કોરોનાના કારણે આર્થિક નુકશાનને લીધે પશુપાલન ઉદ્યોગમાંથી મહિલાઓ નીકળી ન જાય તે માટે ઝડપથી આ દિશામાં નિર્ણય લેવા આવશ્યક બની રહે તેમ હોવાનું પણ પત્રમાં લખાયું છે.