તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુસાઈડ:સુરતના સલાબતપુરામાં પત્નીને તલાક આપ્યા બાદ ફરી પાછા લાવવાના તાણમાં યુવકે ફાંસો ખાધો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
તલાક આપ્યા બાદ તેને ફરી લાવવાના માનસિક તાણમાં યુવકે આપઘાત કરી લીધો હતો. - Divya Bhaskar
તલાક આપ્યા બાદ તેને ફરી લાવવાના માનસિક તાણમાં યુવકે આપઘાત કરી લીધો હતો.
  • યુવકના સાત વર્ષ પહેલા લગ્ન થયા બાદ તલાક થયા હતા

સલાબતપુરામાં રહેતા યુવાને ત્રણ માસ પહેલા તેની પત્નીને તલાક આપ્યાં હતાં. બાદમાં તે પતિને ફરી લાવવા માંગતો હોવાથી ટેન્શનમાં રહેતો હતો. માનસિક તણાવમાં આવી ગયેલા યુવકે ઘરે જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. સમગ્ર કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઘરે જ ફાંસો ખાઈ લીધો
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સલાબતપુરાના ઉમરવાડા ખાતે જૂના ટેનામેન્ટમાં રહેતા 30 વર્ષીય શાહરૂખ શબ્બીરખાન પઠાણ રવિવારે વહેલી સવારે ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આસપાસના લોકોને જાણ થતાં શાહરૂખના મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખસેડતા અગાઉ પોલીસને જાણ કરી હતી.

માનસિક દબાવમાં આપઘાત કર્યો
પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે શાહરૂખના સાત વર્ષ પહેલા લગ્ન થયા હતા અને એક સંતાન છે. તે પરિવારનું ભરણપોષણ કરવા માટે માર્કેટમાં સાડીનો કોન્ટ્રાક્ટ ધરાવતા હતા. જોકે ત્રણ માસ પહેલા તેના પત્ની સાથે તલાક થયા હતા. જોકે શાહરૂખ તેની પત્ની સાથે ફરી રહેવા માગતા હતા. આવા સંજોગો માટે સતત ટેન્શનમાં રહેતા હોવાથી આ પગલું ભર્યું હતું. આ અંગે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો